________________ 265 બને છે? એકેએક અંગે પાંગ શી રીતે બને છે? હાડકાં-આકાર વગેરેની રચના કેણ કરે છે? આ પણ એક અદ્દભુત-આશ્ચર્યકારી રચના છે. તેનું રહસ્ય પણ જાણવા જેવું છે. કેઈ ધર્મમાં ઈશ્વરને કર્તા માની આ જિજ્ઞાસાને અંત લાવ્યા. કેઈએ કુદરતનું નામ લઈ એના ઉપર છેડી બુદ્ધિને તકલીફ આપવાનું જતું કર્યું. કેઈએ માતાપિતાને કારણરૂપ કર્તા માનીને વિચાર કરવાનું જ માંડી વાળ્યું છે. જ્યારે કેઈ વિજ્ઞાનના નામને યશ આપીને “યશકલગી” વિજ્ઞાનને પહેરાવવાને પ્રયત્ન કરે છે. પરન્તુ આ અનેક વિકલ્પ સામે સાચે નિચેડ અને સ્પષ્ટ બુદ્ધિગમ્ય નિર્દેશ જૈનશાસનનું કર્મવિજ્ઞાન કેવી રીતે કરે છે તે આજે આપણે આ વ્યાખ્યાનમાં જોવા ભેગા થયા છીએ. જૈન કમ વિજ્ઞાન એક અદભુત પૂર્ણ વિજ્ઞાન કર્મવિજ્ઞાન એ જૈનશાસનની એક અદ્ભુત દેન છે. આવી કર્મ-વિચારણે જગતને કેઈ ધર્મ નથી કરી. અત્યન્ત સૂક્ષ્મ અને અતિ વિસ્તારથી પૂર્ણપણે નિચેડ લાવવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ શોધ અને બુદ્ધિગમ્ય સંતોષપ્રદ વિચારણા જૈન કમીમાંસામાં કરવામાં આવી છે. આ વિજ્ઞાન આટલું પરિપૂર્ણ એટલા માટે છે કે એ સર્વજ્ઞપ્રણીત છે. સર્વજ્ઞ એવા કેવલજ્ઞાની ભગવતેએ જે જીવનાં જેવાં કર્મો જ્ઞાનબળે જયાં તેવા તેને જવાબ આપ્યા. તેથી તેની કર્મ જન્ય ભવપરંપરા કહી. અને પાર્જિત કર્યજન્ય દુઃખે, વ્યાધિઓ