________________ 266 વગેરે કારણે સાથે જણાવી આત્માને સંતુષ્ટ કર્યો. આ એક અદ્દભુત સિદ્ધિ છે. સ્વકર્મકર્તા જીવ– જીવના પોતાના જ દુઃખનું કારણ જણાવતા પરમાત્માએ કહ્યું “હે જીવ! તું સ્વયં જ તારા પિતાના સુખ-દુઃખને કર્તા છે. સુખ-દુઃખ આપવા કરવાની વાતને હવાલે કેઈ ઉપરવાળા કે ઈશ્વરના હાથમાં નાંખવાની મેટી ભૂલ કરતે નહીં. સુખ અને દુઃખ કારણ નથી કાર્ય છે, કારણ નથી પણ પરિણામ કે ફળ છે. તેને કારણરૂપે તે તારા પિતાનાં જ બાંધેલાં શુભ કે અશુભ કર્મ (પુણ્ય-પાપ) છે. જેવાં કર્મ જીવ બાંધે છે તેવાં જ ફળ જીવ ભેગવે છે. તારાં પિતાનાં બાંધેલાં કમ તારે પોતે જ ભોગવવાનાં છે. બીજાનાં બાંધેલાં તું નહીં ભેગવે અને તારાં બાંધેલાં કર્મ પણ બીજો નહીં ભેગવે. તું ખાશે તે તારું પેટ ભરાશે અને બીજે ખાશે તે બીજાનું પેટ ભરાશે. એમાં એકની ક્રિયાનું બીજાને ફળ મળે એવું બનતું જ નથી. માટે જીવ પોતે જ પિતાના કર્મને કર્તા છે અને પિતે જ પિતાના કર્મના ફળને ભક્તા પણ છે. હે જીવ! હસતાં તે બાંધ્યાં કર્મ રેતા નવિ છૂટે રે પ્રાણિયા...! હે જીવ! કર્યા કર્મ ભેગવ્યાં વિના છૂટકે નથી. "कडाण कम्माण न मोक्खो अस्थि"-"कृतं कर्म अवश्यमेव भोक्तव्यम्" જે તારાં બાંધ્યાં કર્મ તારે જ ભેગવવાના છે તે બહુ સમજીને કર્મ બાંધજે. જેવું ફળ જોઈએ છે તેવાં જ કર્મ બાંધજે. કેરી જોઈતી હોય તે કાંટા વાવવાથી કેરી નહીં મળે. સુખ જોઈતું હોય તે પાપ કરે નહીં વળે. થવું છે સુખી અને કરવા છે પાપ, આ ઊલટે ન્યાય કે ઊંધી ગંગા ક્યાંથી ચાલે?