________________ 26 આ આઠ કર્મોમાંથી 4 ઘાતી કર્મોને ક્ષય થતાં જીવ કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનન્તવીર્ય–એટલે અનન્તદાનાદિ પાંચલબ્ધિ. નામકર્મ– ઘાતકમને વિભાગ પૂરે થયે. હવે અઘાતીકના વિભાગમાં આપણે પ્રથમ નામકર્મને વિચાર કરીએ. વર્ણ–ગંધ-રસ–સ્પર્શાદિ આ અજીવને ગુણે છે, જીવના નહીં. એટલે જ રંગ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પુદ્ગલના હોય છે. અને તવાન પૌગલિક પદાર્થ હોય છે. આ લાલ છે, આ પીળા છે, ઘડે કાળે છે, કપડું સફેદ છે, અને ગંધમાં પણ તે જ પ્રમાણે–આ સુગંધિત પદાર્થ છે, આ દુર્ગંધયુક્ત છે. રસ પાંચ છેઃ આ રસ મીઠે છે, સાકર મીઠી–ગળી છે, કરિયાતું કડવું છે, મીઠું ખારું છે અને મરચું તીખું છે. તે જ પ્રકારે સ્પર્શ 8 છે. આ સ્નિગ્ધ છે, આ બરછટ છે, આ સુંવાળું છે, આ ઠંડું છે, આ ગરમ છે વગેરે વ્યવહાર થાય છે. માટે વર્ણ—ગંધરસસ્પર્શને વ્યવહાર પૌગલિક વસ્તુ માટે જ કરીએ છીએ, જે જડ છે. પરંતુ ક્યારેય આત્મા લાલ છે, પીળે છે, આત્મા સુગંધવાળે છે કે આમા દુર્ગધવાળે છે, અને આભા ખાટે છે કે મીઠે છે, આત્મા તીખે છે કે ખારે છે કે કહે છે, તે જ પ્રમાણે આત્મા સુંવાળો છે કે આત્મા બરછટ છે, આત્મા ઠંડો છે કે આત્મા ગરમ છે એ વ્યવહાર ક્યારેય જોયે નથી, એવી ભાષા ક્યારેય સાંભળી નથી. કેઈ એવી ભાષા વાપરતું પણ નથી. માટે આત્મા વર્ણ-ગંધ-રસ-સ્પર્શત્મક નથી. તેથી તદ્દન જદ જ છે. વર્ણ-ગંધરસ-સ્પર્શ આત્માના ગુણે નથી માટે આત્માને વર્ણરહિત-અવર્ણ, ગંધરહિત-અગધી, રસરહિત-અરસી,