________________ 261 સ્પર્શ રહિત-અસ્પર્શ કહીએ છીએ. અવર્ણ–વર્ણરહિત હેવાથી અરૂપી કહીએ છીએ. એ જ પ્રમાણે જે વર્ણ–બંધ રસ-સ્પર્શાત્મક નથી માટે એને કેઈનામ આકાર કંઈ જ નથી, માટે અનામી, અરૂપી, કહીએ છીએ. નામ નથી માટે અનામી, રૂપ કે આકાર નથી માટે અરૂપી કહીએ છીએ પ્રશ્ન-જે આત્માનું કંઈ જ નામ નથી, અને આકાર કે રૂપ નથી તે પછી મોહનભાઈ સેહનભાઈ કાન્તિભાઈ અને આ જાડે, મોટો, નાને. લાંબે, ઠીંગણે, કાળ, ગેરે, વગેરે વ્યવહાર કેમ થાય છે? શા માટે થાય છે? ઉત્તર–વાત બિલકુલ સાચી છે. આત્મા તે લાલ, લીલે, પીળે કે ગેર-કાળો નથી, છતાં પણ જગતમાં કાળા-ગોરાને વ્યવહાર તે ચાલે જ છે. સંસારમાં જીવ-અજીવને સંગ સંસારમાં આત્માને રહેવા માટે કેઈ આધાર તે જોઈએ જ છે. જેમ પાણી જેવા દ્રવ પદાર્થને રહેવા માટે કેઈ આધારની જરૂર પડે છે. વાટકી કે ગ્લાસ કે તપેલું, જે હોય તે જ પ્રમાણે આત્માને રહેવા માટે સંસારમાં દેહની જરૂર પડે છે. શરીર વિના આમાં રહી શકતું નથી. જ્યાં શરીરની પણ જરૂર નથી પડતી. શરીર વિના પણ જ્યાં આભા રહે છે તેનું જ નામ મોક્ષ છે જ્યાં સદાના માટે શરીરને સંબંધ જ છોડી દીધું છે. શરીર મળે છે ત્યારે જન્મ અને શરીરને વિયેગ થાય છે, શરીર છૂટી જાય છે ત્યારે મૃત્યુ. માટે જ સંસારને જન્મ-મરણપ્રધાન કહ્યો છે. જ્યાં જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરે તેનું નામ સંસાર, અને જ્યાં જન્મ મરણનું ચક્ર