________________ 258 ગુણ A | B જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનામી, અરૂપી, અવ્યાબાધ તપ, વીર્ય, ઉપગ. સ્થિતિ, અક્ષય સ્થિતિ, વર્ણ, અનામી, અરૂપી, અવ્યાબાધસ્થિતિ ગંધ, રસ, સ્પર્શ આદિ અક્ષય સ્થિતિ વગેરે A વિભાગને ગુણે એકલા જીવના ગુણે છે. જીવમાં જ હેય છે. જ્યારે B વિભાગને ગુણે અજીવના છે. આ જ મૂળભૂત - બે દ્ર બ્રહ્માંડમાં છે. આ બે સિવાય બીજું કંઈ પણ દ્રવ્ય સંસારમાં અસ્તિત્વ ધરાવતું નથી. આકાશાદિ સર્વેને અજીવતવમાં સમાવેશ થાય છે. જ્ઞાન-દર્શનાત્મક ચેતનાશક્તિયુક્ત જીવ (આત્મા) અનંતજ્ઞાનાદિ ગુણવાન છે. જ્યારે અજીવતવમાં જ્ઞાનાદિ ગુણો નથી લેતા. જીવ-અછવમાં સામ્ય જે ગુણે જીવમાં છે તે બધા ગુણે અજીવમાં નથી. અને અજીવમાં જે ગુણે છે તે બધા જીવમાં નથી. છતાં પણ કાંઈક અંશે સામ્યતા છે. અનામીપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, અવ્યાબાધપણું, અક્ષયસ્થિતિપણું આ ગુણે આત્મામાં પણ છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એવા અજીવમાં પણ છે. આકાશનું પણ કઈ રૂપ નથી, નામ નથી, આકાશનું વજન નથી હતું, એ પણ અવ્યાબાધસ્વભાવવાળે છે, અને એની પણ અક્ષયસ્થિતિ હોય છે. આટલા ગુણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેમાં હોવા છતાં પણ તે જ્ઞાનાદિ મૂળગુણોના અભાવે જીવ નથી કહેવાતા. એટલે જ્ઞાનાદિ ગુણો જ જીવાજીવના મૂળભૂત ભેદક ગુણ છે. શતા છે