________________ રંપર * બસ, આટલું સાંભળતાં જ પવનય વિચારમાં પડ્યો. અરે! પક્ષીને પણ આટલે વિરહ લાગે છે તે હું જે અંજનાને પરણ્યો તેનું મે તું પણ નથી જોયું તે તેની કેવી સ્થિતિ થતી હશે? અરે! બિચારીએ આટલા વર્ષે વિયેગમાં શી રીતે વીતાવ્યાં હશે! આમ વિચારી ગુપ્ત રીતે ઘરે પહોંચ્યું અને અંજનાને ભેટે થયે. પત્નીને સ્વનામ ચિહ્ન અંકિત મુદ્રિકા વીંટી આપી અને પાછા ચાલ્યા ગયા. અંજના ગર્ભવતી બની .. સાસુએ ઘરમાંથી કાઢી મૂકી. પિયરમાં મા-બાપે પગ ન મૂકવા દીધે.... માથે કલંક આવ્યું અને બહુ દુઃખી થવું પડયું. અંતે ફરી પતિ સાથે 22 વર્ષ મેળાપ થયે. આ માત્ર કર્યા કર્મના કારણે ફળ ભેગવવાં પડ્યાં. અંતરાય કમેં આટલે વિયાગ કરાવી દુઃખી કર્યા. વીર્યન્તરાય કમ અનન્તવીર્ય એ આભાને ગુણ છે અને તેના ઉપર આવતું આવરણ આ વિન્તરાય કર્મ છે છતી શક્તિ હોવા છતાં, શરીરે નીરોગી સશક્ત હોવા છતાં, હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાં પણ ઉત્સાહ, શક્તિ ન ફેરવી શકે અને કાર્યને પાર ન પાડી શકે, પુરુષાર્થ ન કરી શકે તે વર્યાન્તરાય કર્મ કહેવાય છે. વીર્યવિઘન ઘન પડળસું, અવરાણું રવિ તેજ, કાળ ગ્રીષ્મસમજ્ઞાનથી, દીપે આતમ સતેજ છે સૂર્ય જેવા તેજસ્વી એવા આત્માનું તેજ વીર્યન્તરાય રૂપ કર્મના પડળ-આવરણે અવરાઈ ગયું છે, હંકાઈ ગયું છે વીતરાય કર્મના ઉદયે છ લૂલા, લંગડા, પાંગળા, બળહીન, અશક્ત, શક્તિહીન નબળા થાય છે.