________________ 251 કાજે-કચરો-ધૂળ વગેરે નાંખીને ઢાંકી દીધી. પિલી સપત્ની કલ્પાંત કરતી રહી. જિનપૂજા કર્યા વિના મેઢામાં પાણી ન નાંખવાને તેને નિયમ હતું. તે બિચારી રડતી રહી, કલ્પાંત કરતી રહી. જિનપૂજા વિના એને ચેન પડે નહીં. આકુળવ્યાકુળ થઈ ગઈ ખૂબ શેધાશેાધ કરી પણ ન મળી..અન્ત સપત્નીની દશા જોઈને પેલીને દયા આવી...છેવટે બાર પછી મૂર્તિ મળી. તેના પરિણામે ભારે અંતરાય કર્મ પહેલી પત્નીએ બાંધ્યું. જેના પરિણામે આ કર્મ ભારે દુઃખપૂર્વક સહન કરવું પડ્યું. તે સ્ત્રી મૃત્યુ પામી પ્રહાદન રાજાના પુત્ર પવનંજયની પત્ની અંજના નામે થઈ લગ્નના દિવસથી જ અંતરાય કર્મને - ભયંકર ઉદય શરૂ થયું. અને પરણ્યા પછી પતિએ અંજનાનું મે હું પણ જોયું નહિ અને પ્રેમથી બોલાવી પણ નહિ. અને તે પરદેશ ચાલી ગયે. આ પ્રમાણે કાળ વીતવા માંડ્યો. ભેગાન્તરાય–ઉપભેગાન્તરાય કર્મના ભારે ઉદયે પતિના વિયેગે પત્ની મહાસતી અંજના ભારે દુઃખી થઈને રહેવા લાગી. 12 વરસને કારમે કાળ વિરહ વેદનામાં પસાર થયે. ભારે વિલાપ કરતી દુઃખ ભેગવવા લાગી, પરંતુ હવે કોને કહેવાય અને કેવી રીતે સહેવાય ? - અંજનાની સામું પણ જોયા કર્યા વગર ચાલી નીકળેલા પવનંજયે માનસરોવર આગળ પડાવ નાંખ્યા. ત્યાં રહ્યા. રાત્રિના સમયે ચકવાક-ચક્રવાકીની વિરહ વેદના અને કપાત રુદન સાંભળે છે. ધારીધારીને જુએ છે પતિને વિયેગથી આતુર એવી ચક્રવાકી રાત્રે આવ-જા કરે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે આ જોઈને પવનંજય આશ્ચર્ય પામ્યા. મિત્રને પૂછે છે-“અરે! આ શું છે? મિત્ર ઋષભદત્તે વાત સમજાવી.–દેવગે રાત્રે આ ચક્રવાક મિથુનને વિગ થાય છે અને પતિના વિયેગે વિરહમાં પત્ની ચકવાકી કલ્પાંત કરી રહી છે...”