________________ 240 દાતા આપવા યોગ્ય દ્રવ્યાદિ ન આપી શકે તે કર્મને દાનાન્તરાય કર્મ” કહેવાય છે. પૂર્વજન્મ કઈ દાતાને દાન આપતા રોકીને જે કર્મ બાંધ્યું હોય તે આ દાનાન્તરાયકર્મ કહેવાય છે. ફરી એના ઉદયે આપણી એવી જ સ્થિતિ થાય છે. એના કારણે કૃપણુતા, કંજૂસાઈ વગેરેના દુર્ગણે આવે છે, અને ગુરુભગવંતે આદિના ઉપદેશ તથા શાસ્ત્રો વાંચતા કે શ્રવણ કરતા પણ દાનગુણ કે ઉદારતા પ્રગટ નથી થતા. લાડવા વહેરાવીને પાછા લેવાનું મન થયું - શ્રેણિકના પ્રશ્નને ઉત્તર આપતા શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે હે શ્રેણિક! પૂર્વ જન્મમાં-ઘરમાં-રઈમાં મોદક લાડવા બનાવ્યા હતા. એક મુનિ મહાત્મા ઘરે વહેરવા પધાર્યા. એણે તે બંને મેદિક સાધુને વહેરાવી દીધા. મુનિ તે ધર્મલાભ આપીને ચાલ્યા ગયા. પછી શેષ લાડુ ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ સુંદર મીઠા લાગવાથી..એણે મનમાં ને મનમાં વિચાર કર્યો–અરે! આવા સ્વાદિષ્ટ મીઠા મજાના લાડુ મેં સાધુને વહેરાવી દીધા. અરે રે! હવે શું થશે? અરે રે હવે શું કરું? શું પાછા જઈને લઈ આવું? વગેરે વિચાર કરતા કરતા વહરાવ્યાને પશ્ચાતાપ કરતા ભેગાન્તરાય અને ઉપભેગાન્તરાય કર્મ બાંધ્યું, જેના ઉદયે મમ્મણ શેઠ આ જીવન પર્યન્ત તેલ અને ચેખા સિવાય કંઈ જ ખાઈ નથી શક્યા, અને અઢળક ધન-સંપત્તિ, ઋદ્ધિ-સિદ્ધિ હવા છતાં પણ ભેગવી નથી શક્યા. બે-બે-બળદે સેનાના અને તેના ઉપર હીરા-મોતી જડીને શણગાર્યા હતા ..આખી જિન્દગી કારમી મહેનત કરીને આટલું ભેગું કર્યું હતું છતાં પણ મહા મહિનાની કડકડતી ઠંડીમાં મધ્યરાત્રિએ પણ નદીમાં જઈ તરતાં આવતાં લાકડાં પણ લાવતે-વેચતે અને ધન ભેગું કરતે, પરંતુ આખી જિન્દગીમાં ન તે ભોગવવામાં કે ન તે ઉપભેગમાં લઈ શક્યા, ન તે