________________ 239 વંદન કરી પૂછયું-“હે ભગવંત! શું આજે મારે અભિગ્રહ પૂરે થયે છે, શું મને યેગ્ય આહાર મળ્યો છે?” ભગવંતે કહ્યું—“હે દંઢણુ! આ આહાર પણ તમને તમારી સ્વ લબ્ધિએ નહીં પણ શ્રીકૃષ્ણના કારણે મળ્યો છે. પ્રભુમુખે આ જવાબ સાંભળીને ઢંઢણ મુનિ જંગલમાં પરઠવવા ચાલ્યા. એકાન્તમાં બેસી પરડવવા માટે લાડવાને ભૂકે કરે છે–ચૂર્ણ કરે છે. અરે! લાડવાને શું પરંતુ જાણે પિતાનાં કર્મોને ભુક્કો ન કરતા હોય તેમ.. છ... છ... માસથી લાભાંતરાયના ઉદયે સહન કરતા અલાભ પરીષહને તેડ્યો.. એટલું જ નહીં...ચારે ઘનઘાતી કમેને ખપાવીને કેવલજ્ઞાન પામ્યા...લાભાન્તરાય જ નહીં, બધા જ અન્તરા તેડીને પાંચે ય દાનાદિ લાબ્ધિઓ ક્ષાયિકભાવે પામ્યા. અંતરાયકર્મની ઉત્તર પ્રવૃતિઓ : અંતરાયકર્મ ] 1. | 2 દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભેગાન્તરાય વીર્યાન્તરાય આત્માની દાનાદિ પાંચેય લાબ્ધિઓને સૂર્યને વાદળની જેમ ઢાંકી રાખનાર તે અંતરાયકર્મ છે. આની આ પાંચે ય ઉત્તર પ્રકૃતિરૂપે ગણાય છે. એ જ મૂળભૂત આમાની પાંચ લબ્ધિ છે. અને તેને આવરનાર તે તે અંતરાયકર્મ કહેવાય છે. તે તે અંતરાયકમના ઉદયના કારણે જીવને તે તે લબ્ધિ યોગ્ય પદાર્થો પ્રાપ્ત કરવામાં વિદન નડે છે, અંતરાય પડે છે. (1) દાનાન્તરાયકમ લેનાર યાચક સામે છે અને દાનમાં મહાન લાભ છે એવું જાણતા હોવા છતાં અને છતી વસ્તુ કે પૈસા હોવા છતાં પણ