________________ 238 આહાર-ઘાસ વગેરે આવેલું. પરંતુ પારાસરે કહ્યું–“પહેલાં મારા ખેતરમાં થોડી જમીન ખેડી લે પછી જ જમવા મળશે” જમવાનું મૂકીને ખેડૂતેએ તેની આજ્ઞા પ્રમાણે કર્યું અને બળદેને પણ ખેતીમાં જોડ્યા. તેથી બધા ભૂખ્યા રહ્યા . બસ, આ કારણે પારાસરે અંતરાયકર્મ બાંધ્યું. ઘણે ભ ભટકી આજે આ ભવમાં દંઢણ થયા છે, પણ પિલું કર્મ તે હજી પણ ઉદયમાં છે, તેના ગયા સિવાય આહાર નહીં મળે. આહાર નથી મળતે છતાં પણ મુનિ અલાભ પરિસહને સમતાભાવે સારી રીતે સહન કરી રહ્યા છે. દેષમુક્ત અને સ્વઅભિગ્રહ પ્રમાણે આહાર છેડતા જાય છે. આ પ્રમાણે આહાર ન મળતાં ઢંઢણુત્રાષિને છ મહિના વીતી ગયા. શ્રીકૃષ્ણના પૂછેલા પ્રશ્નના જવાબમાં પરમાત્મા શ્રી નેમિનાથે પણ ઢંઢણઋષિની પ્રશંસા કરી...ઘણા લોકે બેધિબીજ પામ્યા. ઢંઢણની પ્રશંસા કરી શ્રીકૃષ્ણ વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી સુખ–શાતા પૂછી ભગવંતને શ્રી ઠંદણ બાબતમાં પૂછે છે-“હે પ્રભુ! તે મુનિ ક્યાં છે?” ભગવંતે કહ્યું—“હે કૃષ્ણ! હમણાં વહેરીને આવતા તે મુનિ તમને રસ્તામાં સામે જ મળશે.” શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે ત્યાં તે પ્રવેશ દ્વારે જ તંદણ ષિ મળ્યા. શ્રીકૃષ્ણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કર્યો અને પ્રશંસા કરી. માર્ગની એક બાજુ રહેતા ગૃહસ્થ બારીમાંથી શ્રીકૃષ્ણને નમન કરતા જોઈને આશ્ચર્ય પામ્યા. મુનિની શ્રેષ્ઠતા સમજી તેમને સ્વગૃહે બોલાવી સિંહકેસરિયા મેદ, વહેરાવ્યા. લાડવા પરઠવતા કેવલજ્ઞાન : ઢંઢણ મુનિ લાડવા વહેરી નેમિનાથ ભગવંત પાસે પધાર્યા.