________________ 237 * છતી શક્તિએ દ્રવ્યને ઉપયોગ ન કરવાથી. વગેરે આવાં સેંકડો કારણેથી જીવ સ્વયં પિતે અંતરાયકમ બાંધે છે. "Tit for Tat" “જેવું કરે તેવું ભરે” ના નિયમ પ્રમાણે જેવું અંતરાયકર્મ બાંધીએ છીએ તેવાં ફળ ભેગવવાં મળે છે, તેવાં દુખે ભેગવીએ છીએ. ઢંઢણુ હષિને લાભનંતરાયકમ : શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણકુમારે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી, જ્ઞાન-ધ્યાન-સાધના કરતા ઉત્તમ અણગાર બન્યા. સાધુજીવનમાં ગોચરી આદિ વહોરવામાં દેષ આદિનો બરોબર વિચાર કરી આહાર ગ્રહણ કરતા. જે કાંઈ પ્રાસુક આહાર મળી જાય તેને આહાર કરતા. પૂવે બાંધેલ લાભાંતરાયકર્મને ઉદય થયે એટલે ગેચરીએ. જવા છતાં શુદ્ધ ભિક્ષા પામે નહીં, એટલે મુનિમહાત્મા ઢંઢણ ઋષિએ અભિગ્રહ કર્યો કે–“આજ પછી મને સ્વલબ્ધિઓ આહાર મળશે ત્યારે જ વાપરીશ, તે સિવાયને ત્યાગ કરીશ. તેમ જ અન્ય મુનિઓએ લાવેલ આહાર પણ ગ્રહણ નહીં કરું??” આ અભિગ્રહ કરી ભગવંત નેમિનાથ પ્રભુ સાથે વિહાર કરતા કરતા દ્વારકાનગરીમાં પધાર્યા. શ્રીમંતેના ઘર વગેરેમાં ઘણાં ફર્યા પણ આહાર ન મળ્યો. * એક વખત બીજા સાધુ પણ ઢંઢણત્રષિ સાથે ગોચરીએ ગયા તે તેમને પણ આહાર ન મળ્યો. સમય વીતતો ગયો. બીજા સાધુ મહાત્માએ શ્રીનેમિનાથ પ્રભુને પૂછયું—“હે પ્રભે! ઢંઢણત્રષિ કેમ ગોચરી નથી પામતા? " પરમાત્માએ પૂર્વજન્મ જણાવતાં કહ્યું– જમવા ન દેતાં બાંધેલ કમ– ઢંઢણઝષિને આત્મા પૂર્વજન્મ પારાસર નામના એક બ્રાહ્મણ હતા, અને ઘણું ખેડૂતે વગેરે તેમ જ પશુઓ માટે