________________ 235 સ્વીકારે ? સંસારના ત્યાગી, વિરક્ત પ્રભુએ જે છોડી દીધું છે, જે ત્યાગી દીધું છે તેને ફરી સ્વીકાર ક્યાંથી થાય? આહારની ગવેષણમાં પ્રભુ ભિક્ષા લેવા જતા અને મળતું નહીં... આનું કારણ આપતા શ્રી આદિનાથ ચરિત્રમાં શાસ્ત્રકાર ભગવંતે જણાવે છે કે પૂર્વ જન્મમાં ભગવંતના જીવે ખેતરમાં એક ખેડૂતને સલાહ આપી અને કહ્યું કે જે આવી રીતે તે બળદ માનવાને નથી, પરંતુ તે બળદના મેઢે શીકું બાંધી દે જેથી એ ખાઈ નહીં શકે. અને એની સલાહ પ્રમાણે ખેડૂતે કર્યું. મેઢે શી કે બંધાયા પછી હવે બળદ સામે ઘાસ જેવા છતાં બિચારે ખાઈ શકતું નથી. ઘાસ સામે બેસીને નિસાસા નાખે... અને લગભગ બળદે 400 નિસાસા નાંખ્યા હશે, જેથી સલાહ આપનાર પ્રભુના જીવનને અંતરાયકર્મ બંધાયું. ભેગાન્તરાયકમ બંધાયું, કારણ કે ખાતાં કર્યો અંતરાય અને તેના ફળ સ્વરૂપે રાષભદેવ પ્રભુને દીક્ષા લીધા પછી 400 દિવસ સુધી આહાર ન મળે, ઉપવાસી રહેવું પડયું.. અને એને આજે પણ વષીતપના નામે ઓળખીને કરવાને રિવાજ છે. જેથી આપણે પણ અંતરાયકર્મ ખપે. અંતે શ્રેયાંસકુમારના હાથે ઈક્ષુરસથી પારણું થયું. એ પવિત્ર પર્વને અક્ષયતૃતીયા કહેવામાં આવ્યું. અને પ્રભુનું અંતરાયકર્મ ખપ્યું. અંતરાયકર્મ બાંધવાનાં કારણે– जिणपूआविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं / ' .. પ્રથમ કર્મગ્રંથના અંતમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવતા કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજામાં જે વિદન કરીએ, કરતાને અટકાવીએ, ન કરવા દઈએ, પરમાત્મભક્તિમાં વિદન ઊભું કરીએ, તેમ જ હિંસાદિ-એટલે હિંસા, જૂઠ, ચેરી, મિથુન, દુરાચાર, બળાત્કાર અને પરિગ્રાદિ મુખ્ય પાંચ પાપાચારમાં રત એ જીવ અંતરાયકર્મ ઉપાર્જન કરે છે.