________________ અરે ભાઈ ! એમ માળા છોડી દેવાય ? કરો નાપાસ થયે પરંતુ તે નિશાળે જતે હશે તે આ વર્ષે નહિ તે બીજે વર્ષે પાસ થશે. પણ એને શાળામાંથી ઉઠાડી જ લે તે પાસ થવાની શક્યતા જ નથી. એ કેઈ કાળે પાસ થવાનું નથી. માટે માળા ગણતા રહેવી પડશે. - મનની સ્થિરતા લાવવી પડશે. માળા ગણવાનું છોડી દેવાથી કંઈ વળવાનું નથી, તમે જીવને પૂછે કે હે જીવ! છેડવા જેવું તે છેડ્યું છે? આત્મનિરીક્ષણની એક પ્રક્રિયા છે. હું કયાં છું? હું કહું છું? હું કે શું? અધ્યાત્મજીવનના આ ત્રણ પ્રશ્નો છે. માનવીએ આ પ્રશ્નોને વિચાર કરી આત્મનિરીક્ષણ કરવું જોઈએ, - પણ માનવીને આત્મનિરીક્ષણ કરવાનું કહેવામાં આવે ત્યારે એ અહીંની બેંક બેલેન્સનું નિરીક્ષણ કરે છે! સ્વીટ્ઝરલેન્ડની બેંક બેલેન્સનું નિરીક્ષણ કરે છે!! એ ઉપલા ત્રણ પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં આત્મનિરીક્ષણ નથી કરતે. એક ભાઈ મારી પાસે આવ્યા, મેં એમને કહ્યું: તમને જોઈને મને થાય છે કે તમને વહેલામાં વહેલી તકે સંયમ આપી દઉં. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું હતું તેમ મેં એને કહ્યું કે