________________ પહેલાં સ્લેટમાં ચકરડું કાઢશે. ચકરડું ગજબનું છે. * એ ચક્રમાં પણ તવજ્ઞાનનું મૂળ છે. માનવી વિચાર કરે તે પેલા નાના બાળકે સ્લેટમાં દેરેલા ચકરડામાંથી ય તત્ત્વજ્ઞાન પામે. તત્વજ્ઞાન સંસારમાં કયાં નથી? બધે જ છે? પરંતુ વિચાર કરીએ તે મળે. બાળકે દરેલા ચકરડામાં કેવી દાર્શનિકતા છે તે વિચાર કરીએ તે જ જણાય. આંખ મિચીને સાંભળીએ તે પણ ચાલે. કેમકે એથી સુંદર આત્મનિરીક્ષણ થશે. અને એવું , આત્મનિરીક્ષણ એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ - 1 પાન છે. પ્રવેશ છે. અધ્યાત્મમાર્ગમાં આપણે કેમ પ્રવેશ નથી એ વિચારીએ તે તરત જ જણાશે કે આત્મનિરીક્ષણ થતું નથી, ચિત્ર સ્થિર નથી. માળામાં વિચાર આવે છે, પેઢીને વિચાર આવે છે. ઘરના અને છોકરાંને વિચાર આવે છે. એટલે માળા ગણતા નથી. સાહેબ! માળા ગણવા બેસું છું તે જાતજાતના વિચાર આવે છે, એના કરતાં ગાદીએ બેસું તે સારા વિચાર આવે.