________________ 216 વેશ્યા–પડિતજી મારા ઉપર કૃપા કરે..એક સેનામહેર આપીશ....બસ, આપને પ્રિય લાડવાનું સુંદર ભજન છે ." અને પંડિતજીનું મન લેભાયું, ચાલોને અત્યારે તે ખાઈ લઉં. પછી ગંગાસ્નાન કરી લઈશ . અને ખાવા બેઠા ભજન શરૂ થયું. અંતે વેશ્યાએ કહ્યું—“પંડિતજી! મારા હાથે એક ગુલાબજાંબુ તે ખાઓ.” પંડિતજી ગુસ્સે થતાં—અરે ! વેશ્યાને સ્પર્શ કેમ થાય? અને વેશ્યાના હાથે ખાવું એટલે..?” વેશ્યા–“પંડિતજી, બીજી ચાર સોનામહેરે આપીશ...હું પવિત્ર થઈશ.” અને પંડિતજી લેભાયા..મેટું ખેલ્થ-ડેક આગળ કરી.. વેશ્યાએ મેઢામાં ગુલાબજાંબુ પધરાવ્યું . લેભમાં ને લોભમાં અકરાંતીયા કરતા પંડિતજીએ ખૂબ મિષ્ટાન્ન ખાધું. રાત્રે જંગલ જતાં વેશ્યાએ કહ્યું, “પંડિતજીઆ દરવાજામાં પડેલું કુતરાનું મૃતક (શબ) લેતા જાઓને....... ગંગામાં નાખી દેજે...” પંડિતજી ગરમ થયા. “અરે હું બ્રાહ્મણ...આ અસ્પૃશ્ય.” કરી સુવર્ણમુદ્રાનું પ્રલોભન દેખાડતાં વેશ્યાએ પંડિતજી પાસે એ પણ કામ કરાવ્યું. અને માર્ગે જઈ કામ પતાવીને પંડિતજી સુવર્ણ મહોરે લેવા આવ્યા–વેશ્યાએ કહ્યું, “પંડિતજી સુવર્ણ મહારે શેની? એને બદલે આપને પેલા પ્રશ્નને ઉત્તર હું શિખવાડી દઉં, આપને કાશી ફરી નહીં જવું પડે....” અને જવાબ આપતાં કહ્યું - “પાપને બાપ લેભ....પાપને બાપ લેભ.” કેમ પંડિતજી! વેશ્યાના ઘરે, એ વેશ્યાના હાથે ખાધું અને કુતરાનું મડદું ઉપાડ્યું. શેના કારણે એ લેભના કારણે ને? એટલે જ પાપને બાપ લોભ . ."