________________ 197 પ્રલેભન, લાલચ-લાલસા, હસવું રડવું, ભય–શક, ગમે-અણગમે, વિષય-વાસના, આદિ અનેક બાબતે મેહનીયકર્મના કારણે જ દેખાય છે. રાગ-દ્વેષનો સંસાર : - ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવમાં દષ્ટિપાત કરીએ તે સ્પષ્ટ દેખાય છે કે એક માના સગા બે દીકરા-મરુભૂતિ અને કમઠ સગા બે ભાઈઓની દ્રષની વૈર પરંપરા-દશ ભવ સુધી કેવી ભયંકર ચાલી કમઠ પ્રથમ ભવથી જ એ વૈરી બન્યું કે પછી તે દરેક ભવમાં ભગવાન પર જીવલેણ હુમલો કરીને મારનાર જ થયે. દ્વેષને-વૈરના નિયાણાને ભયંકર સંસાર ચાલ્યા. પરંતુ સમતાના સાધક પરમાત્મા ભવપરંપરામાંથી છૂટી ગયા. અને તીર્થકર બનીને દશ જ ભવમાં સંસારને અંત લાવીને મેક્ષે ચાલ્યા ગયા. જ્યારે કમઠ કેટલીય વાર નરકનાં ભયંકર દુઃખ ભેગવીને આજે પણ સંસારમાં જ રખડી રહ્યો છે. સંસાર રાગ-દ્વેષ વધારનાર છે. અને રાગ-દ્વેષ સંસાર વધારનારા છે. માટે સંસારે છોડવા લાયક છે અને રાગ-દ્વેષ તે સર્વથા ત્યાજ્ય અનાચરણીય જ છે. ભગવાન નેમિનાથ અને રાજુલનો રાગનો સંસાર નવ-નવ ભવ સુધી ચાલ્યું. નવ-નવ ભવ સુધી એક સાથે સંબંધ બંધાયેલા રહે અને સાથે રહેવું વગેરે બધું રાગમહનીયના કારણે થયું. અંતે નેમિકુમારે રાગને તેડ્યો. રાજુલ સાથેનો સંબંધ છૂટ્યો. બંને આત્માએ સંસાર ત્યાગી મેક્ષે ગયા. * શંખ અને કલાવતીને એકવીસ ભવને સંસાર ચાલ્યા. રાગ મેહનીયના તાંતણે બંધાયેલાની ભવપરંપરા ગજબની ચાલી અને રાગ કયાં એકલે રહે છે. રાગ પછી દ્વેષ અને દ્વેષ પછી રાગ આ તે સંસારમાં ચકની માફક ચાલ્યા જ કરે છે. રાગ પછી ષ તે લગભગ એ ક દેખાય છે. પરંતુ દ્રષ પછી