________________ 196 વિષયકષાય=સંસાર. વિષય અને કષાય આ બે ભેગા થાય-આ બેનું સંયોજન થાય એટલે આ સંસાર ઊભું થઈ જાય છે અને આ જ વસ્તુ સંસારમાં સર્વત્ર જોવા મળે છે. વિષય-વાસના અને કલેશકષાયને જ બનેલે આ સંસાર છે, તે આમાં તે બીજું જોવા મળે? જે હોય તે જ ને ? મેહનીયથી જ સંસાર બને. સંસારમાં પાછું મેહ-મમત્વ એટલે ફરી મેહનીય કર્મ બંધાય, એટલે એને કેઈ અંત જ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવતાં પ્રભુએ કહ્યું છે કે - रागो य दोषो वि य कम्मबीय, कम्मं च महिप्पभवं वयन्ति / कम्मं च जाइमरणस्तमूलं, दुक्खं च जाइमरणं वयन्ति // રાગ અને દ્વેષ એ જ કર્મના બીજ છે, અને કર્મથી મેહ ઉત્પન્ન થાય છે, જન્મ-મરણનું મૂળ પણ કર્મ જ છે, અને જન્મ-મરણ એ જ દુઃખ કહેવાય છે. દર્શનમેહનીયને વિભાગ ગત વ્યાખ્યાનમાં આપણે જોઈ ગયા છીએ. દર્શન મેહનીયના પશમે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સાથે અનંતાનુબંધી ચારે કષા જાય તે આત્મા આસ્તિક મતિવાળો શ્રદ્ધાળુ બને છે. ધર્મ ગમે ખરે. તત્વ રુચે પરંતુ ચારિત્રમેહનીયને જે તીવ્ર ઉદય હોય તે જીવને આચરણ ન ગમે. એટલા માટે જેટલા અંશે ચારિત્ર મેહનીયને ઉપશમ તેટલા અંશે આત્માને ધર્મ–ત-પચ્ચફખાણ વગેરે કરવાની રુચિ જાગે. ભાવના થાય-જીવ આચરે પણ ખરે. સમસ્ત સંસારમાં સર્વત્ર કલેશ-કષાયને આખે નાટક આ જ મેહનીયકર્મના પ્રબળ ઉદયના કારણે દેખાય છે. જેનું લડવું-ઝઘડવું, મારા-મારી, કાપા-કાપી, ગાળાગાળી, બોલ–ચાલ, આકર્ષણ અને અદેખાઈ વેર-ઝેર, કલેશ-કષાય, ઈર્ષ્યા–અદેખાઈ માનઅપમાન, માયા-કપટ, છળ-પ્રપંચ, દગો-વિશ્વાસઘાત, લોભ