________________ : 2. મૃત્યુથી મરીએ છીએ એવું આપણે માનીએ છીએ માટે મૃત્યુથી ડરીએ છીએ, પણ ચેતન આત્મા અજરઅમર છે, એ મરતું જ નથી. આમ માનવી જન્મ-મરણથી ડરતે રહેશે અને મરતે રહેશે તે સંસારથી છૂટી નહીં શકે. માનવીએ મૃત્યુને મારવાનું છે. મૃત્યુને મારવું એ જ નિર્વાણ. મૃત્યુને મારવું એ જ એક્ષ. . પરનુ અશુને મારવાની આપણી કઈ તૈયારી નથી. મૃત્યુને સત્કારવાની આપણી કેઈ તૈયારી નથી. આપણને મૃત્યુને એટલે બધે ડર લાગે છે કે અંધારામાં પણ સર્પાકારે પડેલ દેરડાને જોઈને સર્પ માની ચીસ પડાઈ જાય છે. - આ મૃત્યુ છે શું? મરે છે કેણુ? મહાપુરુષે કહે છે કે મૃત્યુ છે. આત્મા અને જીવ એક જ છે. આત્માને પર્યાય એટલે બીજું નામ જીવ છે. મૃત્યુ એટલે દેહ અને આત્માને વિયેગ. જન્મ એટલે દેડ અને આત્માને સંગ. જ્યારે દેહનું અસ્તિત્વ રહેતું નથી ત્યારે પણ એક તવ કાયમ રહે છે. તે જ આત્મા છે. તે પછી મરે છે કે શું? આપણે એમ કહીએ છીએ કે દેહ મરે છે. આત્મા અજર-અમ ૨છે. જે આત્મા અજર-અમર છે એની પ્રતીતિ થાય તે પછી મૃત્યુથી ડરવાની જરૂર શું? ' .. મૃત્યુને ભય જ દૂર થઈ જાય છે.