________________ 189 આ રીતે જોઈએ તે સમ્યફ તે મૂળમાં બીજ તરીકે પડયું હોય છે અને પછી તે જ બીજ ઝાડ-ફળ બને છે એટલે સમ્યફ તે મૂળભૂત પાયામાં બીજ તરીકે બહુ જરૂરી છે. એટલા માટે સમ્યકત્વ પામ્યા પછી જ ભવની ગણતરી થાય છે. તે પહેલાંના તે અનન્તા ભવે. ક્યાં ગણવા બેસવા ?! પ્રથમ જ સમ્યકત્વ પામ્યાને આનંદ યથાપ્રવૃત્તિકરણદિ ત્રણે કરણના અંતે જીવ જે સમ્યત્વ પામે છે એનો આનંદ તે અદ્ભુત છે. ખરેખર તે તે અવર્ણનીય આનંદ છે. (1) જાણે ભયંકર ગરમીની ઋતુમાં જંગલમાં ચાલતા પગ બળતા હોય ત્યારે અચાનક ઠંડકનું સ્થાન મળી જાય તે કેટલે આનંદ? (2) એટલું જ નહીં ત્યાં ઠંડું પાણી મળે, કઈ શરીરે ચંદનને લેપ લગાડી આપે અને કેવી મધુર ઠંડકને અનુભવ થાય ! એ કેટલે આનંદ? (3) જેમ કેઈ જન્મથી જ અંધ હોય અને આજ સુધી કંઈ જ જોયું નથી એવી વ્યક્તિને એકાએક આંખ ખૂલી જાય કે મળી જાય તે કેટલે ગજબનો આનંદ આવે? (4) ભયંકર દુઃસાધ્ય જીવલેણ રોગથી પીડાતા રોગીને સુંદર રામબાણ ઔષણ-દવા જે મળી જાય તે. એવા અનેક દૃષ્ટા તેની સાથે સરખાવીએ એના કરતાં પણ આ ગજબને અદ્ભુત આનંદ જીવ સમ્યકત્વ પામે ત્યારે અનુભવે છે. સમ્યગદષ્ટિ હવે સમ્યકત્વ પામ્યા પછી જીવની દૃષ્ટિ સાવ બદલાઈ જાય છે. જલકમલવત્ સંસારથી નિર્લેપ થઈને રહે છે. દેવ-ગુરુ-ધર્મને