________________ 188 છે. શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા આ ગુણસ્થાનકે રહી જિનભક્તિ-શ્રદ્ધાથી ક્ષાયિક સમ્યક્ત્વના માલિક બન્યા. તીર્થકર નામકર્મ બાંધીને ગયા અને આવતી ચોવીશીમાં તીર્થંકર પરમાત્મા બનશે. સમ્યકત્વ પ્રાપ્તિ નિસર્ગથી અધિગમથી સન્નિધિનાદ”—તવાર્થમાં બંને મા સમ્યક્ત્વની પ્રાપ્તિ બતાવી છે. (1) નિસર્ગથી—વિરલા જ જગતના ભાવે-પદાર્થો જેતા સ્વયં સમ્યકત્વ પામી જાય તે માર્ગ નિસર્ગ સમ્યકત્વને કહેવાય છે. (2) અધિગમ—ગુરુના ઉપદેશથી, તીર્થંકરપ્રભુના ઉપદેશ ઇત્યાદિ ઉપદેશ આદિના નિમિત્તે જે જીવ સમ્યક્ત્વ પામે તેને અધિગમ સમ્યકત્વને માર્ગ કહ્યો છે. ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્મા નયસારના પ્રથમ ભવમાં જંગલમાં મુનિ મહારાજેને આહારદાન કરી, માર્ગ બતાવતાં ગુરુઉપદેશથી અધિગમ માગે સમ્યકત્વ પામ્યા હતા. બસ, આ જ મૂળ બીજ જે પડયું હતું તે સત્તાવીસમા ભવે ઝાડ થયું અને ફળ ઊગ્યાં. અને તે નયસારને આત્મા પ્રભુ મહાવીર બન્યા. ધનસાર્થવાહના ભવમાં સમ્યક્તવ પામીને તેરમા ભવે એ આભા ઝાષભદેવ ભગવાન બન્યા. મરભૂતિના જન્મમાં સમત્વ પામીને દશમા ભવમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ બન્યા.