________________ 174 બલવાનું કઈ જ કારણ નથી. માટે પરમાત્માનું વચન સત્ય જ હેય. એટલે પરમાત્માના સત્ય વચનમાં શંકા વગર શ્રદ્ધા રાખવી તે સમ્યકૃત્વ કહેવાય છે. એટલા માટે નિરંક શબ્દ વાપી છે. “હિgવિવારે ઘરાવરકાર " નીતિશાસ્ત્રકારને આ એક એ નિયમ છે કે જે પ્રથમ પુરુષમાં વિશ્વાસ બેસી જાય તે તેના વચનમાં તે વિશ્વાસ અવશ્ય બેસે. પુરુષમાં જ વિશ્વાસ ન બેસે તે તેના વચનમાં તે ક્યાંથી વિશ્વાસ થાય? માટે પ્રથમ પરમાત્માને સર્વ-વીતરાગ-અરિહંત માન્યા અને પછી તેમના વચનમાં જ વિશ્વાસ રાખે તે સાચી શ્રદ્ધા–સમ્યક્ શ્રદ્ધા. સર્વજ્ઞ અને સર્વાના વચનમાં અભેદભાવ પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ છે, અરિહંત છે તે તેમનું વચન પણ સત્ય જ છે, એટલે પ્રભુને માનવા અને પ્રભુની આજ્ઞા (વચન) ન માનવી એ તે બને જ નહીં, કારણ કે પ્રભુએ કહ્યું છે માટે સત્ય છે અને સત્ય છે માટે પ્રભુએ કહ્યું છે. પ્રશ્ન-જગતમાં જેટલું ય પ્રભુએ કહ્યું છે એટલું સત્ય જ છે કે પછી જે જે સત્ય છે તે તે પ્રભુએ કહ્યું છે. ઉપરોક્ત બંને વાક્ય ઉપર વિચાર કરીએ તે સમજાશે કે સત્ય અને પ્રભુની વચ્ચે અભેદભાવને સંબંધ છે. જે જે પ્રભુએ કહ્યું છે તે તે સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે, કારણ કે પરમાત્મા સર્વજ્ઞ–વીતરાગ-અરિહંત છે. તેમને અસત્ય બોલવાનું કઈ કારણ જ નથી, અને જે જે સત્ય છે તે તે સર્વજ્ઞ પરમાત્મએ જ કહ્યું છે કારણ કે તેઓ સર્વજ્ઞ–વીતરાગી, કેવલીસર્વજ્ઞાતા છે, સર્વદષ્ટા છે. માટે, આ અભેદ-દષ્ટિથી જોઈએ તે પરમાત્મામાં જેટલી શ્રદ્ધા હોય તેટલી જ શ્રદ્ધા પરમાત્માના વચન(આજ્ઞા-ધર્મ)માં પણ હોવી જ જોઈએ.