________________ 170 આ મિથ્યાત્વ હેઈ શકે છે.' “મન્ના મામશે–ખરેખર અજ્ઞાન જ મહાભયંકર છે. અજ્ઞાન જ બધાં પાપની જડ છે. જે જીવવિષયક જ્ઞાન જ નથી તે એ જીવની દયા કે રક્ષા ક્યાંથી પળાશે. માટે જ કહ્યું છે કે “ઘર્ષ ના તો ચા " પ્રથમ જ્ઞાન અને પછી દયા જોઈએ. જીવને જીવ તરીકે માનવાનું જ્ઞાન હશે તે જ દયા પળાશે. મિથ્યાત્વને માટે આધાર જ અજ્ઞાન છે. અજ્ઞાનદશા અને મિથ્યાત્વને ઉદય તે જીવને કર્મની ભયંકર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવી નાંખે. “સંસાધામ વિરતિ, શ્રદ્ધાવાનું મને સ્ટ”. શંકાશીલ સ્વભાવવાલે આત્મા વિનાશને નોતરે છે. અને શ્રદ્ધાળુ આત્મા ફળ મેળવે છે. શંકાશીલ બુદ્ધિ ઘણી વખત વિપરીત પરિણામ લાવે છે. ત્યારે શ્રદ્ધાળુ બુદ્ધિ ઘણી વખત બગડેલી બાજી પણ સુધારે છે. શંકાથી તે સંસાર પણ નથી ચાલતું. પતિ-પત્નીને જીવનમાં પણ વિશ્વાસ જોઈએ છે. શંકાશીલ જે હોય તે સંસાર બગડીને ઊભું રહે છે. શંકા અને શ્રદ્ધા એ બંને એક મ્યાનમાં ભેગી નથી રહેતી. શ્રદ્ધાળુ આમા શંકાશીલ નથી હેતે. શંકા જિજ્ઞાસાની થાય, ન જાણતું હોય તે જાણવા માટે શંકા કરે. પરંતુ એ શંકામાંથી પણ છેવટે તે એની શ્રદ્ધા જ વધુ દઢ થાય છે. ધન્ય હતી એ સુલસા શ્રાવિકા, જેની પરમાત્મા ઉપર કેવી ગજબની અતૂટ અટલ શ્રદ્ધા હતી. જેના પરિણામે એ આત્માએ તીર્થકર નામકર્મ બાંધ્યું. અને આવતી વીશીમાં તીર્થકર બનશે. શ્રેણિક મહારાજાની અડગ શ્રદ્ધા અનંત ઉપકારી પરમાત્મા મહાવીર ઉપર શ્રેણિક મહારાજાની કેવી અડગ શ્રદ્ધા હતી...કે જેથી પરમાત્મા મહાવીર આજે કઈ દિશામાં વિચરે છે તે સમાચાર રજેરજ નિયમિત મળતા રહે તે