________________ 169 ઓળખીને સાચાને જ સાચા માનવા એ જ સમ્યક્ત્વ છે. આનંદઘનજી મહારાજ તે કહે છે કે, અષભ જિનેશ્વર પ્રોતમ મારે, ઔર ન ચાહું રે કંત.. હે રાષભદેવ ભગવાન! તું જ મારે પ્રિતમ છે. તને છેડીને બીજાને કંત (ભર્તાર) કેમ માનું? ન જ ચાહું. પ્રશ્ન–જેટલું પીળું એટલું સોનું કે સેનું એટલું પીળું ? બજારમાં જાઓ તે કેવી રીતે કઈ દૃષ્ટિથી ખરીદે? જેટલું પીળું એટલું સોનું એમ જે માનીને ખરીદે તે ઠગાઈ જાઓ. સભા–ના સાહેબ, જેટલું સોનું એટલું પીળું. પીળું એટલું સોનું નહીં. બસ આ જ સમ્યમ્ બુદ્ધિ છે. એનાથી વિપરીત-તે મિથ્યા બુદ્ધિ. તવ-અતવ, સત્ય-અસત્ય, સાચું-ખોટું બધું ભેગું સમાન-સરખું માનનારને આ અનાભિગ્રહિક મિથ્યાત્વી (3) આભિનિવેશિક સત્ય અને અસત્યને, તત્ત્વ અને અતવને, સાચા અને બોટાને સ્પષ્ટપણે જાણે છે છતાં પણ જાણતા હોવા છતાં પણ દુરાગ્રહ, કદાગ્રહ વગેરેની બુદ્ધિના કારણે સત્યને લેપ કરીને અસત્ય જ માનવું–બસ, એને જ પકડવું એ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. જેમ શાસ્ત્રોમાં ગઠામાહિલની વાત આવે છે. 4. સશયિક મિથ્યાત્વ , દેવ-ગુરુ કે ધર્મને વાસ્તવિક સ્વરૂપમાં પણ આ રીતે હશે કે કેમ એ વિચાર આવવો તે શંકા છે. સમ્યકૃત્વમાં દુરાગ્રહ-કદાગ્રહ કે પૂર્વગ્રહની શંકા જાગવી તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. પ, અનાભોગિક મિથ્યાત્વ એકેન્દ્રિયાદિ જેને અજ્ઞાનની પ્રધાનતાના કારણે આ મિથ્યાત્વ હોય છે. વસ્તુવિષયક અજ્ઞાનના કારણે કેઈને પણ