________________ 171 માટે શ્રેણિકે પિતાને માણસે ગઠવીને વ્યવસ્થા કરી હતી. સવારના પ્રભાતે તે સમાચાર મળતા કે પ્રભુ આજે આ દિશામાં આ બાજુ વિચારી રહ્યા છે. એટલે સાંભળતા જ શ્રેણિક આવા સમાચાર લાવી આપનારને પણ સુવર્ણાદિ મુદ્રાનું દાન આપી તૃપ્ત કરતો હતો. અને પછી રાજસિંહાસનેથી નીચે ઊતરીને પ્રભુ સન્મુખ એ દિશામાં જઈને, પ્રભુને વંદન કરી, સ્તુતિ કરી, સુવર્ણ જવને સાથિયે કરી પછી જ પિતાના કાર્યો લાગતું હતું. આવી સુંદર નિર્મલ ભાવના અને શ્રદ્ધાના બળે જ શ્રેણિક મહારાજા પણ આગળ વધી શક્યા, જીવનનું ધ્યેય સાધી શક્યા. અંતે સમ્યક્ત્વની દઢ શ્રદ્ધાથી જ પરમાત્મા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી જ તીર્થકર નામકર્મ બાંધી શક્યા. સમ્યકત્વ ઉપર તે માટે આધાર છે મેક્ષને આધાર સ ત્વ ઉપર છે. જેમ ફળને આધાર ઝાડને આધાર એક બીજ ઉપર છે તેમ શ્રેષ્ઠ અને અંતિમ ફળ એવા મેક્ષને આધાર પણ સમ્યફત્વ ઉપર જ છે. સમ્યકત્વ વિના ક્યારે ય મેક્ષ મળતું નથી. સમ્યકત્વ પામ્યા વિના અનંતકાળ સુધી જીવને ભટકવું જ પડે છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળ જીવ સમ્યફ વિના મિથ્યાત્વના કારણે સંસારમાં રખડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ નહીં ખસે ત્યાં સુધી શ્રદ્ધા નહીં થાય. ત્યાં સુધી જીવ સભ્યત્વ નહીં પામે. અને સભ્યત્વ વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના મોક્ષ ક્યાંથી મળે? ઉદયરત્નજી મહારાજ તે કહે છે કે - સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે, મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ યુક્તિ રે જીવ... સમ્યત્વના કારણે જીવ હવે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. સમ્યક્ત્વથી આત્માની પરિણામધારા નિર્મલ અને સારી પવિત્ર બને છે.