________________ 138 ફરે.. હે દેવ! દર્શન આપવામાં તું આટલી વાર કેમ લગાડે છે? ..બસ, પછી તે પૂછવું જ શું.. દ્વાર ખૂલ્યાં અને સંઘે દર્શન કર્યા. આનંદઘનજી મહારાજજી ફરમાવે છે કે- દરિસણ દરિસણ રટતે જો ફિર, તે રણ રેઝ સમાન; જેહને પિપાસા હે અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. હે પ્રભુ! આપના દર્શન દર્શન એમ હું રટતે રટતે જંગલના રિઝની જેમ અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ફર્યા જ કરું છું. પરન્તુ જેને અમૃત પીવાની ઈચ્છા હોય તેને વિષપાનથી શું વળે? ખરેખર દર્શનની ઝંખના છે. તરસન આવે તે મરણ જીવનતણી, સીઝે જે દરિસણ કાજ | દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ ! હે અભિનંદન પ્રભુ ! જનમ-મરણની આ તરસ શી રીતે છિપાય ? જે દર્શનનું કાર્ય સીઝે તે જ આ તરસ છિપાય. પણ હે પ્રભુ! તારા દર્શન તે ઘણું દુર્લભ છે. આ દુર્લભ તારાં દર્શન સુલભ તે ત્યારે જ થાય. જે આનન્દઘન-અનન્ત આનન્દના સમૂહરૂપ અભિનંદન પ્રભુ મહારાજ રીઝે તે પ્રભુ રીઝે તે દુર્લભ દર્શન પણ સુલભ થઈ જાય. નિજરો માટે જ્ઞાનની આરાધના બહુ કોડે વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ ! જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ અપાવે તેહ . અજ્ઞાનથી જે કર્મો કરડે વર્ષે પણ ન ખપે તે કર્મો જ્ઞાની આત્મા શ્વાસે શ્વાસમાં ખપાવી શકે છે. એટલા માટે કર્મનિર્જરા માટે જ્ઞાનદશા મહાન ઉપયોગી છે. “ના હુ મહામાં અજ્ઞાન એ જ મહાભયંકર ભય છે. અજ્ઞાન જ બધા પાપનું મૂળ છે... માટે જ્ઞાનદશા એ જ આવશ્યક છે. જ્ઞાનની આરાધનાથી જ જ્ઞાનાવરણીય કર્મ ખપે છે. એટલા માટે જ નિર્જરાના બાર ભેદમાં અત્યંતર તપમાં ચોથા સ્થાને