________________ 137 ધારી નહીં. જેથી કરીને ભાવશૂન્ય ક્રિયા ફલીભૂત નથી થતી. તેથી હે જનબાંધવ! હું દુઃખને પાત્ર બન્યો છું. દર્શનની ભાવનાની અજબ શક્તિ * ગુરુદેવનું પ્રવચન સાંભળી આજ્ઞાનુસાર મયણ શ્રીપાલને સાથે લઈ બાજુમાં યુગાદિદેવના દર્શનાર્થે જિનચૈત્યમાં જાય છે. ખૂબ જ ભાવથી આનંદ-ઉત્સાહથી પ્રભુનાં દર્શન કરે છે. ગુણગર્ભિત સ્તુતિ કરે છે...દર્શન કરતાં જ પ્રભુના કંઠમાં રહેલી માલા અને હાથમાં રહેલું બીજેરું ઊછળે છે. અને શ્રીપાલ ગ્રહણ કરે છે. પરમાત્માના દર્શનને આ ચમત્કાર કહે કે જે કહે છે પરંતુ.... સાચાં દર્શન ફળ્યાં.. મહિના દિવસ બંધ દહેરાસરના દર્શને શ્રીપાલ રાજા આવે છે. અને દરવાજાની બહાર જ ઊભા ઊભા સ્તુતિ કરે છે...અને જોતજોતામાં દરવાજા ખૂલી જાય છે... આકાશવાણી સાચી પડે છે આ હતી દર્શનશક્તિ કે જોતાની સાથે જ દરવાજા ખૂલતા હતા તે પછી યુરીલર જેવા માત્રથી ચમચ કે ચાવી તેડે એમાં શું નવાઈ! * ઉદયરત્નજી મહારાજ સંઘ સાથે શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રાએ આવ્યા છે... ઠાકરે દરવાજા બંધ કરી દે છે. નથી બોલતા. મહારાજ અને આખો સંઘ દરવાજા બહાર બેસી જાય છે. અને સ્તવના કરવા લાગ્યા... પાસ શંખેશ્વરા સાર કર સેવકો... દેવકા એવડી વાર લાગે.. કેડી કર જોડી દરબાર આગે ખડા... ઠાકુર ચાકુરા માન માંગે... હે પાસ શંખેશ્વરા... –હે પ્રભુ! શું કરવું? તારાં દર્શન કરવા છે પરંતુ શું થાય ? આ ઠાકરે માન માંગે છે. (એ વખતે ઠાકરો માંગતા હતા...અને આપનારને જ દર્શન કરાવતા હતા )... હે પ્રભુ! સંઘ તારા દરબાર આગળ હાથ જોડીને ઊભે છે. અને દર્શન કર્યા વગર પાછો નહીં