________________ ૧૩ર (5) કેવલજ્ઞાનાવરણથી કેવલજ્ઞાન ઢંકાઈ ગયું છે તે " (5) કેવલજ્ઞાનાવરણીય કર્મ. અત્યારે આપણને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તે સર્વથા અંશમાત્ર પણ ઉદયમાં નથી. એટલે તે તેને આવરણ જબરદસ્ત છે. તેને આવરણને જ ઉદય છે. પરંતુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ક્ષપશમ હોવાથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન થેડું ઉદયમાં છે–પણ જેટલું ઉદયમાં છે તેના કરતાં અનેક ગણું તેનું આવરણીય કર્મ પણ ઉદયમાં છે. સ્નાન કરતા કરતા કેવલજ્ઞાન મહારાજા ભરત ચકવતી આરીસાભુવનમાં સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યા છે આંગળીમાંથી વિટી પડી ગઈ વિચારે ચઢ્યાઅરે-આંગળીથી વીંટી શેભે છે કે વીંટીથી આંગળી ? હા...હા...અરે બંનેય છે તે જડ જ ને! બંને પુદ્ગલ દ્રવ્ય છે. આંગળી અને ટ્વટી બંને બળવાના છે–ક્ષણિક છેનાશવંત છે–અનિત્ય છે.... આવા અનિત્ય પુદ્ગલ ઉપર શું મેહ કરવાને...બસ એનિત્યતાભાવે મેહ ઓસરવા માંડ્યો-ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને જોતજોતામાં તે કેવલજ્ઞાન પામી ગયા ધન્ય એ મહાપુરુષ જેની આઠ પેઢી સુધી કેવલજ્ઞાન ચાલુ રહ્યું. BF સૌજન્ય થR શેઠશ્રી સુરચંદભાઈ ખુમચંદભાઈ શાહ ગોપીપુરા–સુરત ના સહયોગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.