________________ 131 પાંચમું કપડું. જે ઢાંકીએ તે પછી પ્રકાશ કેટલે પડવાને? વિચાર કરે ! બસ, આ જ પ્રમાણે આત્મા જે સ્વયં અનન્ત જ્ઞાનવાન છે. મૂળસત્તામાં તે દરેકના આત્મામાં કેવલજ્ઞાન પડયું જ છે. બધા જ જ્ઞાનેની સત્તા છે. પરંતુ શું થાય? આવરણ કેટલા બધા આવી ગયા છે! પેલી મેટી ઝળહળતી લાઈટ ઉપર કપડાની જેમ આત્મા ઉપરના પાચે જ્ઞાને ઉપર પાંચ આવરણ. તે તે આવરણથી તે તે જ્ઞાન ઢંકાઈ ગયું છે. માનાવરણ | જ્ઞાનાવરણ ' 9તાના રાતનાવણ્ય - લાવર, અનન્ત (નાવાન આત્મા III { i ! (1) મતિજ્ઞાનાવરણથી મતિજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (1) મતિજ્ઞાનાવરણીય કર્મ, (2) શ્રુતજ્ઞાનાવરણથી શ્રુતજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (2) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ, (3) અવધિજ્ઞાનાવરણથી અવધિજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (3) અવધિજ્ઞાનાવરણીય કર્મ. (4) મન:પર્યવજ્ઞાનાવરણથી મન:પર્યવજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (4) મન:પર્યવજ્ઞાનાવરણીય કમ.