________________ 130 શિષ્યના માથે ઝીં. એક બાજુ લેહીની ધારા અને બીજી બાજુ સમતા .. આત્માને સમજાવ્યું–ચિન્તન કરતા જાય અને ચાલતા જાય. બસ-આત્મસાધના સાધવા માંડી. ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ જોતજોતામાં તે ચારેય ઘનઘાતિ કર્મોને ભુક્કો બોલાઈ ગયે. શુકલધ્યાન ધ્યાતા બીજા ચરણના અંતે તે વરરાજા નૂતનમુનિ કેવલજ્ઞાન પામ્યા. પ્રાત:કાળે અજવાળે ગુરુજીએ શિષ્યના માથે લેહી જોયું. અને અફસેસ કર્યો અરે રે... હું તે વરસેને દીક્ષિત આચાર્ય અને છતાં પણ સમતા નથી રાખી શકતે. કેટલે કોધ? અને આ તે ન દીક્ષિત..તે ય પાછો લગ્નમંડપના મીંઢળવા વરરાજા... એમ મનમાં ને મનમાં પ્રાયશ્ચિતની ધારામાં ચલ્યા . કેવલીની આશાતના બદલ ખમાવ્યા અને ઘાતિકર્મો ખપાવી કેવલજ્ઞાની બન્યા. ધન્ય ધન્ય ગુરુશિષ્યની કેવલીની જેડી.વંદના હે.. આરીસા જેવું કેવલજ્ઞાન કેવલજ્ઞાન તે આરીસા જેવું છે. જેમ આરીસામાં જેવું સ્વચ્છ સ્પષ્ટ હોય તેવું પ્રતિબિમ્બ દેખાય છે તે જ પ્રમાણે જેવું જગત છે તેવું કેવલજ્ઞાનમાં પ્રતિબિબિત થાય છે. કેવલજ્ઞાનીને જાણવા જેવું નથી પડતું. બધું એની મેળે જણાય છે. માટે સિદ્ધ ભગવંતે તે ચૌદરાજલકના માથે આરીસા સમાન છે કે આખું જગત, સમસ્ત કલેક તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન અને જ્ઞાનનાં આવરણ એક ઝળહળતા લાઈટના ગળા ઉપર એક કપડું ઢાંકયું હોય તે પછી એને પ્રકાશ કેટલે પડે? એના ઉપર હજી બીજું કપડું, હજી ત્રીજુ કપડું, હજી ચેાથું કપડું અને હજી એક વધારે