________________ 129 માથે નાંખી, એક હાથે માથું પકડી, બીજા હાથે ઝપાટાબંધ લેચ કરવા માંડ્યો-ઘડીભરમાં તે માથું મુંડાઈ ગયું એક બાજુ હાથે મીંઢળ, લગ્નનાં કપડાં, વરરાજા, અને બીજી બાજુ માથે મુંડન હવે શું કરવું....વરરાજા મુંઝાયા. નમ્ર-વિનયી અને સમયસૂચક ભદ્રિક જીવ હતું. બે ભે: ગુરુદેવ મયૂએણ વંદામિ....જે થયું તે સારા માટે. સાહેબ પણ હું તે વરરાજા હતે લગ્નમંડપમાંથી ઊડીને આવેલે. આ તે મિત્રોએ મશ્કરી કરી હતી . ગુરુમહારાજ-અરે ભાઈ! દીક્ષા લેવાની આવી તે કંઈ મશ્કરી થતી હશે શિષ્ય–સારું સાહેબ...! હવે તે જલ્દી વિહાર કરી જઈએનહીંતર જાન અહીંયા જ છે હમણું ખબર પડશે તે.. સાહેબ, જલદી કરે. ગુરુમહારાજ: પરંતુ હે શિષ્ય! હવે તે રાત પડશે...મારી પાકી ઉંમર અને રાત્રે દેખાય નહીં ને રાત્રે વિહાર પણ શી રીતે કરાય? શિષ્ય–સાહેબ! વિહાર નહીં કરીએ તે તમારી અને મારી બંનેની કફેડી હાલત થશે. સાહેબ-જલદી કરે. વિહાર કર્યો... રાત પડી.. અંધારે દેખાય નહીં. શિષ્ય સાચવીને હાથ પકડીને દેરે છે . ઝડપથી ચાલે છે. અંધારામાં ખાડા-ટેકરામાં પગ, પડતાં કૅધી ગુરુ ચંડરૂદ્રાચાર્ય ખિજાયા. શિષ્યના માથે દાંડે માર્યો–અલ્યા એય! સીધે ચાલ. તાજા લેચનું માથું . હતું–દાંડે પડતા જ લેહી વહેવા માંડ્યું. છતાં પણ કેવી સમતા...! ધન્ય ધન્ય. શિષ્ય સમતા રાખી. મનમાં વિચાર્યું..હે જીવ! આવી તે કેટલીય માર ખાધી–નરકની વેદના કેટલી સહન કરી છે? તે આતે એની સામે કાંઈ જ નથી. અને આ તે ગુરુભગવંત છે..... ગુરૂદેવ : હવે સીધે ચાલીશ.તહત્તિ...ત્યાં તે ફરી પગ ખાડામાં પડે. ગુરુ પડવા જેવા થઈ ગયા, અને બીજો દાંડો