________________ 116 (1) અક્ષરદ્યુત, (2) અનક્ષશ્રત, (3) સંજ્ઞિકૃત, (4) અગ્નિકૃત, (5) સમ્યફદ્ભુત, (6) મિથ્યાશ્રત, (7) આદિશ્રત, (8) અનાદિથુત, 9) સપર્યવસિતશ્રુત, (10) અપર્યવસિતશ્રુત, (11) ગમિકશ્રુત, (12) અગમિકશ્રુત, (13) અંગપ્રવિષ્ટશ્રુત, (14) અંગબાહ્યશ્રુતને સમાવેશ થાય છે. આ જ્ઞાનમાંથી કોને ક્યા પ્રકારનું જ્ઞાન થાય છે? સમ્યમ્ દષ્ટિવાળાને સમ્યગૂ જ્ઞાન થાય. મિથ્યા દષ્ટિવાળાને મિથ્યા જ્ઞાન થાય. સમ્યમ્ દષ્ટિવાળાને બધું સમ્યગ રૂપે પરિણમે અને મિથ્યા દૃષ્ટિવાલાને બધુ મિથ્યા રૂપે પરિણમે. વિદ્યા-જ્ઞાન તે એ જ કહેવાય કે જે મુક્તિ અપાવે सा विद्या या विमुक्तये। નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ થયા. એમણે નવ અંગે પરની અદ્ભુત ટીકાઓ લખી છે. આ બધું લખવા સમય ઓછો પડતે એટલે ભેજનમાંથી સમય બચાવવા એમણે આયંબિલ તપ સાથે ટીકાનું લેખન કરવા માંડયું.... આમ ને આમ બાર વર્ષ વીતી ગયાં. શરીર પર અશાતાવેદનીય કર્મને ઉદય થયે. શરીર ઉપર કેઢ રેગ વ્યાપી ગયે. છતાં પણ ચિંતા ન કરી. પણ એમને આ પરિશ્રમ ચાલુ જ હતે. સાધુઓને આ બધું જ્ઞાન વાંચવા મળે એ માટે એમણે કેટલું કષ્ટ વેઠયું?