________________ 117 હેમચન્દ્રાચાર્યજી અને કુમારપાલ મહારાજા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ પાસે સાતસે લહિયાએ જ લખતા હતા. એમને ઉપાશ્રય લેખનશાળા જે જ બની ગયું હતું. લેખનકાર્ય નિયમિત ચાલતું હતું. એક દિવસ કુમારપાલ મહારાજ વંદન કરવા આવ્યા. ગુરુભગવંત તથા દરેક સાધુઓને વિધિપૂર્વક વાંદીને રાજા લેખનશાળા જેવા ગયા. ત્યાં લહિયાઓને તાડપત્રના બદલે કાગળના પાનામાં લખતા જોઈને રાજા આશ્ચર્ય પામ્ય... ફરીથી રાજા ગુરુજી પાસે આવ્યા. વંદન કરી સુખશાતા પૂછી પાના ઉપર લખાવવાનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુજીએ કહ્યુંહે ચૌલુક્ય શિરેમણિ! જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે– એટલે શું થાય? કાગળ ઉપર લખાય છે. આ સાંભળી લજિજત થયેલે કુમારપાલ મનમાં વિચાર કરવા લાગ્યઅહ, ગ્રંથોનું નવનિર્માણ કરવાની ગુરુભગવંતની અજબની શક્તિ છે. અને મારામાં તે ગ્રંથ લખાવવાની પણ પૂરી શક્તિ નથી ? તે પછી મારું શ્રાવકપણું શું? આ પ્રમાણે વિચારી ઊભે થઈને ગુરુભગવંત સમક્ષ હાથ જોડી કહ્યુંહે ગુરુભગવંત ! ઉપવાસનું પચ્ચકખાણ આપે. ગુરુજીએ કહ્યું–અરે ! આજે શેને ઉપવાસ ? કુમારપાલ–ગુરુજી! લેખન માટે તાડપત્ર પૂરા પાડીશ પછી જ ભેજન કરીશ! ગુરુજી–અરે કુમાર! તાડવૃક્ષે કયાં નજીક છે? તે તું તાત્કાલિક પૂરા શી રીતે પાડીશ? ગુરુજીએ તેમજ સામંતોએ પણ ઘણું વાર્યા છતાં પણ કુમારપાલે ઉપવાસ કર્યો. अहो जिनागमे भक्तिरही गुरुषु गौरवम् / श्रीकुमारमहीभर्तुरहो निःसीमसाहसम् //