________________ 111 જેમના સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા મહાકાય વ્યાકરણ ગ્રંથને સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડીએ વરઘડે કાઢ્યો હતે. કુમારપાલ રાજા જેવાએ પણ યોગશાસ્ત્રની શોભાયાત્રા કાઢી હતી. એ જ રાજાએ પાટણ વગેરે ક્ષેત્રમાં 18 જ્ઞાનભંડારે બનાવ્યા હતા. ધન્ય હતા એ કલિકાલસર્વજ્ઞ કે જેમણે સાડા ત્રણ ક્રોડ ગ્લૅક પ્રમાણ ગ્રંથની નવીન રચનાઓ કરી.. કેટલે ગજબને જ્ઞાનને ક્ષયે પશમ હતું એ મહાપુરુષોને....... પ્રગભ બુદ્ધિપ્રતિભાસંપન્ન યશોવિજયજી ઉપાધ્યાય માતા બાળકને તેડીને જ ઉપાશ્રયે જતી હતી. ગુરુમહારાજ પાસે ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરતી હતી. નિયમ રાખે કે...જે ભક્તામર સ્તોત્રનું શ્રવણ ન કરું તે પાણી પણ નહીં પીઉં.... નિયમની કમેટી થઈ એક દિવસ મુશલધાર વર્ષા શરૂ થઈ... માતાજી ઉપાશ્રયે જઈ ન શક્યા. યેગાનુયેગ...વરસાદ પાંચ-સાત દિવસ સુધી વરસતે રહ્યો. માતાજીને એટલા ઉપવાસ થયા. બાલક-માતાજી તું કેમ કંઈ ખાતી નથી. માતાજી–દીકરા તું તારે દૂધ પી લે. ચાલ. બાલક–ના પણ તું કેમ નથી ખાતી? માતાજી-દીકરા, મારે ભક્તામર સાંભળવાનો નિયમ છે. બાલક–અરે પણ માતાજી! મને આટલા દિવસ કીધું કેમ નહીં? લે હમણાં જ સંભળાવી દઉં છું એમ કહી મત્તામર સ્તોત્ર ચાલુ કરી આખું સંભળાવી દીધું. માતાજીએ પારણું કર્યું અને આ આશ્ચર્યની વાત ગુરુમહારાજને કરી. ગુરુમહારાજે કહ્યું : માતાજી, બાલકને વહેરાવી દે... માતાજીએ બાલકને અપવયમાં દિક્ષા અપાવી.