________________ 110 પગથિયે ઊભા ઊભા પગ ધુએ છે. ત્યાં તે અંદરથી આવતા અવાજ તરફ નજર કરી જોયું તે વજનમુનિને વાચના આપતા જોયા. થોડીવાર સાંભળી સ્તબ્ધ બની ગયા. અંદર આવ્યા આનંદ પામ્યા. આ બાલ વજમુનિને વાચનાચાર્ય બનાવવામાં આવ્યા... ધન્ય હતા એ મહાપુરુષ વજીસ્વામી...અહા હા... બાલવયમાં તે કેવા જ્ઞાની ! શ્રી હેમચંદ્રાચાર્યની અદ્દભુત પ્રતિભા ધંધુકાના એ મેઢ વણિક જ્ઞાતિના ચાચિંગ અને માતા પાહિનીદેવીને એ પુત્ર ચાંગદેવ. એક દિવસ માતા પુત્ર ચાંગદેવને લઈને દહેરાસરે દર્શન કરવા ગઈ. માતા તે હજી ચૈત્યવંદન કરતા હતા. ત્યાં તે બાલક ૨મતે ૨મતે ઉપાશ્રયમાં જઈ ચઢ્યો અને આચાર્ય મહારાજ દેવચંદ્રસૂરિજીની પાટે જઈ બેઠે. માતાજી આવ્યા. ત્યારે આચાર્ય મહારાજે માતા પાસે પુત્રની માંગણી કરી...બેન.ઘરમાં રહેશે તે આ બાલક બહુ બહુ તે તને સારું કમાવી આપશે...પરંતુ જે શાસનને પીશ તે આ બાલક મહાન બનશે. શાસનને રત્ન બનશે અને શાસનને ઉદ્ધાર કરશે. ગ્ય અવસરે બાલ્યવયમાં જ દીક્ષા આપવામાં આવી. સોમચંદ્રવિજયના નામે બાલમુનિ ઓળખાયા. પ્રગલ્મ બુદ્ધિપ્રતિભાથી અને ગજબની તર્કશક્તિથી ન્યાય-વ્યાકરણ વગેરેને અભ્યાસ કર્યો. સરસ્વતી દેવી પ્રસન્ન થયા... શક્તિ ગજબની ખીલી.. આચાર્યપદે બિરાજતા હેમચન્દ્રસૂરિના નામે પ્રસિદ્ધ થયા ન્યાય, વ્યાકરણ, સાહિત્યના અનેક ક્ષેત્રે ગજબની સાહિત્ય રચના કરી.