________________ 112 એ જ આપણુ યશોવિજયજી મહારાજ... જે મહામહોપાધ્યાય બન્યા. કેટલાય ગ્રંથ રચ્યા. કેટલાય બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવ્યા...વાદમાલા રચી. ધન્ય હતા તે સત્તરમી શતાબ્દિના તેજસ્વી સિતારા... અહાહા.. કે પશમ...કેવી બુદ્ધિપ્રતિભા... અનંત જ્ઞાન એ આત્માને મૂળભૂત ગુણ . જ્ઞાન આત્માથી અલગ નથી. સૂર્ય જેમ સૂર્યના પ્રકાશથી છૂટે પડતું નથી એમ જ્ઞાન આત્માથી છૂટું પડતું નથી. જ્ઞાન એ જ આત્મા અને આત્મા એ જ જ્ઞાન. જ્ઞાન વિના આત્માની કલ્પના જ થઈ શકે તેમ નથી. ગુણ વિના દ્રવ્યની કઈ કિંમત નથી. ગુણી વિના ગુણ રહી શકતું નથી. ગુણ અને પર્યાયવાળે જ દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન ગુણ એ જ આત્માને મુખ્ય ગુણ છે. જ્ઞાન વડે જ જડ અને ચેતનના ભેદ પડે છે. જીવને ચેતન તરીકે ઓળખાવવામાં મુખ્ય જ્ઞાન ગુણ છે. એક ગાથા ગેખવા આપી હોય પરંતુ 24 કલાકે ય એક લીટી ન યાદ થાય અને છાપામાં આવેલે ભાવ વાંચીને તરત યાદ રહી જાય! એટલે આપણામાં બુદ્ધિ, શક્તિ કે જ્ઞાન નથી એવું નથી. દરેકમાં બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન છે. ડ્રાઈવીંગનું લાયસન્સ લીધા પછી વર્ષો પછી પણ ડ્રાઈવીંગ આવડે છે ને?