________________ 107 ભૂકંપ થવાની અગાઉથી ખબર પડી બીજો એક ભૂકંપને પ્રસંગ છે. ભૂકંપ થવાને ચાર મિનિટ બાકી હતી. રાત્રે દોઢ વાગે એક વ્યક્તિ જાગે છે અને કંઈક પ્રક્રિયા કરે છે, વિચારે છે. એટલામાં તે એક હજાર માઈલને અંતરે આવેલું કુટુંબ જાગી ગયું. ઘરમાંથી બહાર નીકળી ગયું. મેદાનમાં આવીને ઊભું રહ્યું. અને ડી જ વારમાં ભૂકંપના આંચકા સાથે મકાન ધરાશાયી થઈ ગયું. બધા જ ઊગરી ગયા, બે મહિના બાબે પણ! જરા વિચાર કરો. આ કેવી રીતે જણાયું? Telepathy કે Post Telepathy જે હોય તે, પણ આ પ્રસંગ વિજ્ઞાનની આંખ સામે નેંધા છે. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન શ્રેયાંસકુમારની વાત આપણી જાણમાં છે. શ્રી આદીશ્વર ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા છે. ભિક્ષાર્થે નીકળ્યા છે. એમને વહેરાવવા માટે લોકોની ભીડ જામી છે. કઈ હીરા, કેઈમેતી, કેઈ પિતાની દીકરી સુદ્ધાં વહરાવવા તૈયાર છે. પણ ભગવાન કાંઈ લેતા નથી. શેરીમાં કોલાહલ થતો સાંભળતાં શ્રેયાંસકુમાર ઝરૂખામાં આવે છે. અને ટેળામાં કંઈક જુએ છે. અને જોતાંની સાથે જ એમને પૂર્વભવનું જ્ઞાન થઈ જાય છે. અને દેડીને ટેળા વચ્ચે જઈ ભગવાનને વિનંતી કરે છે. પધારે પ્રભુ! પધારે! આપને કય એ પ્રાસુક આહાર તૈયાર છે.