________________ 106 7 માથી 14 મા માળે પહોંચતાં વાર કેટલી? ગ્રીસ એથેન્સમાં આ કુટુંબના સગા રહે. રાત્રે 10-20 કલાકે એક આખું કુટુંબ જાગી ગયું છે. સૌ પ્રથમ આઠ વર્ષની એક બાળા જાગી ગઈ એણે બધાને ઉઠાડ્યા. ગભરાયેલી આ બાળા બૂમ પાડે છે. ઊઠે ! ઊઠે! મામાને ફેન કરે. “ભયંકર આગ લાગી છે. હજી પણ બચવાને ચાન્સ છે. કહે કે તમે બધા નીચે ઊતરી જાઓ.” જલદી કરે પપ્પા! ટેલીફન કરે ને? પિતા અકળાય છે. આ નાની બાળા શું કહે છે! પપ્પા ! હવે ચાર જ મિનિટ બાકી છે. તમે તે કંઈ કરતા નથી. એમ નહીં તે ચાલે આપણે તે નીચે ઊતરીએ. આપણે પ્રાર્થના કરીએ કે મામાને આગમાંથી ભગવાન બચાવી લે. હું ટેલિફેન કરું છું. એમ કહી સૌ નીચે ઊતર્યા, પ્રાર્થના કરી. નીચે ઊતરીને પેલી બાળા એક મિનિટ બેઠી. પછી બેલી: હવે બે જ મિનિટ બાકી છે, મામાને બધા નીચે ઊતરવા માંડ્યા છે. અને પછી સાતમા માળની આગ વિફરી. ઉપરના કેઈક મજલા પરના કેમિકલનાં દ્રમ ફાટયાં. બધું ભસ્મીભૂત થઈ ગયું. થોડીવારમાં મામાને કેલ આવે. કેલમાં બેબીનું નામ દઈ બેલાવે તે પહેલાં બેબી બેલી ઊઠે છે કે મામા, તમે બધા બચી ગયા ને? કેઈને કંઈ થયું નથી ને? સારું થયું, કેમિકલનાં દ્રમ ફાટતાં પહેલાં તમે ઊતરી ગયા. આ એક પ્રસંગ એવો છે જે વિજ્ઞાનીઓને પણ પણુ ચકરાવામાં નાંખી દે છે.