________________ فی કાઢવી પડે. એક એક વાત લખવી પડે. નેંધવી પડે કેઈનું નામ કે નંબર પણ યાદ નથી રહેતા શું આ યાદશક્તિનું માપદંડ છે! યાદ-શક્તિ કે ધારણાશક્તિને નવા કે જૂના જમાનાની સાથે કઈ જ સંબંધ નથી. એ તે જીવે જેવા મતિજ્ઞાનાવરણીય કર્મો બાંધ્યાં હોય તે પ્રમાણે બુદ્ધિ કે યાદશક્તિ કામ કરે છે. ઘણને ગઈ કાલનું યાદ નથી રહેતું; પણ 10-20 વર્ષ પહેલાંનું રહે છે, તે નથી ભુલાતું અને ઘણને જૂનું જૂનું ભુલાઈ જાય છે અને નવું નવું યાદ રહે છે. આ પણ મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણયકર્મને સ્પષ્ટપણે સાબિત કરે છે. માષતુષમુનિને પ્રસંગ : ગુરુએ શિષ્યને દીક્ષા આપી. શિષ્ય અભ્યાસ કરે છે. પિતાની સ્મરણશક્તિ પ્રમાણે રેજની 10-20, ક્યારેક પ૦ ગાથા પણ કંઠસ્થ કરી લેતા. એમ છેડે સમય ગયા પછી....એક વખત ગુરુમહારાજે ગાથાઓ આપી. ઘણી વાર થઈ ગઈ હજી ગાથા થઈ નહીં. ગુરુમહારાજ–કેમ ભાઈ! આજે ગાથા નથી આપવી? આટલું ડું કેમ? શિષ્ય–ગુરુદેવ! હજી સુધી થઈ નથી. મહેનત કરું છું. (કલાકે વીતી ગયા પછી ફરીથી) ગુરુદેવ–હે વત્સ! પાઠ થઈ ગયે? શિષ્ય–(દીનવદ) ગુરુદેવ! આજે નથી ચઢતું. ગુરુદેવ–કેમ? આજે નથી ચઢતું, કે ભણવું નથી, શું વાત છે? શિષ્ય–ના ગુરુદેવ! મહેનત કરું છું, પણ ચતું નથી. યાદ થતું નથી.