________________ (1) અવગ્રહ-કંઈક છે એવા પ્રકારનું જ્ઞાન તે અવગ્રહ કહેવાય. જેમાં હજી કંઈ જ નિશ્ચિત નથી. કંઈ જ સ્પષ્ટ નથી. - દા.ત. પગ નીચે કંઈક આવ્યું. કંઈક સ્પર્યું. કંઈક સાંભળ્યું. પણ શું સાંભળ્યું, શું જોયું. શું સ્પેશ્ય..તે સ્પષ્ટ નથી. (2) ઈહા–શું છે? તે જાણવાની ઇચ્છા થવી તે ઈહિ’ નામનો બીજો પ્રકાર છે. શું સાંભળ્યું? શું જોયું? શું સ્પર્યુ? શું કર્યું ? વગેરેમાં જાણવાની ઇચ્છા થાય છે. તેથી તે ઈહા જ્ઞાન કહેવાય છે. (3) અપાય–આ પ્રકારમાં નિર્ણય થાય છે. દા. ત. હા, દેરડું નથી, સાપ જ છે, મેં ઘડે જે છે વગેરે નિર્ણયાત્મક-નિશ્ચયાત્મક જ્ઞાનને–અપાય તરીકે ઓળખાય છે. (4) ધારણું–અપાયમાં થયેલા નિર્ણયને કાયમ સ્મૃતિમાં સ્થિર રાખવાનું નામ છે, ધારણા-શક્તિ. ધારણાને અર્થ એ થાય છે, ધારી રાખવું. જેને સ્મરણ શક્તિ, યાદશક્તિ વગેરેના નામે ઓળખીએ છીએ. દરેકની યાદશક્તિ-સ્મરણશક્તિમાં ફરક હોય છે. બધાને સરખું યાદ નથી રહેતું. એક જ શિક્ષક સ્કૂલમાં બધાને એકસરખું શીખવે છે, છતાં પણ બધા વિદ્યાથીને ક્યાં એકસરખું યાદ રહે છે? આજે મોટું અભિમાન લેવાય છે. અને લોક કહે છે કે જૂના લેકે કરતાં તે આજની નવી જનરેશન વધારે હોંશિયાર છે, વધુ બુદ્ધિશાળી છે. જૂના જમાનાના લેકને ક્યાં એટલી બધી બધી ગતાગમ હતી. પરંતુ આજે તે વાતે વાતે પિકેટ ડાયરી