________________ બે અપેક્ષાએ પાંચ જ્ઞાનની સ્થાપના 1 પંચજ્ઞાન સ્થાપના I પંચજ્ઞાન સ્થાપના મતિજ્ઞાન કેવલજ્ઞાન 5.Y બનપર્યવે. અનર્થવ કેવલજ્ઞાન મુતાના Fમતિરાને શાન અવંવિરોન) વિવિજ્ઞાન) I પરમાત્મા ચારે ઘાતકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામે છે. કેવલજ્ઞાની પ્રભુ તીર્થની સ્થાપના કરે છે. કેવલી ભગવંતની હયાતી સુધી કેવલજ્ઞાની ભગવંતનું શાસન કહેવાય છે. અને જ્યારે પ્રભુ મેક્ષે સિધાવી જાય છે. અને કેઈ કેવલજ્ઞાની ભગવંત પણ નથી રહેતા ત્યારે તેમની અનુપસ્થિતિમાં શ્રુતજ્ઞાનીઓ તેમનું શાસન ચલાવે છે. શ્રુતજ્ઞાની કેવલીસદશ એટલે શ્રુતકેવલી પણ કહેવાય. શ્રુતના બળે કેવલજ્ઞાની જેવી જ પ્રરૂપણા તેઓ કરે. પ્રભુ મહાવીરનું 21000 વર્ષ સુધી આ શાસન શ્રતજ્ઞાનીઓથી જ ચાલવાનું છે. એક વખતે ઇન્દ્ર મહારાજા મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. સીમંધરસ્વામી ભગવંતના સમવસરણમાં બેસી દેશના શ્રવણ કરી. નિમેદનું સૂક્ષમ સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજ્યા. દેશનાના અંતે વંદન કરી પ્રભુને પૂછ્યું: