________________ પાંચ જ્ઞાન અને તેની વ્યાખ્યાઓ આ જ્ઞાનગુણને પાંચ પ્રકારે જૈનદર્શનમાં માનવામાં આવ્યો છે. “મતિષ્ણુતાથમિક અર્થવનિ શાન” તસ્વાર્થ સૂત્ર. || 1 મતિજ્ઞાન | 2 | 3 શ્રતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન જ્ઞાનના મુખ્ય ભેદે પાંચ અને અવાન્તર પિટા ભેદે પ૧ કહ્યા છે. (1) મતિજ્ઞાન–ઈન્દ્રિ અને મન વડે જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન કહેવાય છે. (2) શ્રુતજ્ઞાનમતિજ્ઞાનપૂર્વક શાસ્ત્રાદિના શ્રવણથી શબ્દાર્થની પર્યાલચના વડે થતું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. (3) અવથિજ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતા વગર અમુક અવધિ-મર્યાદા સુધીના રૂપી દ્રવ્ય જેના વડે જણાય છે, તે અવધિજ્ઞાન કહેવાય. (4) મન:પર્યવાન ઈન્દ્રિય અને મનની સહાયતા વગર જ સંગ્નિ જીના મનોગત ભાવો જેના વડે જાણું શકાય છે. તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (5) કેવલજ્ઞાન–સંપૂર્ણ લેકાલેકના સર્વ દ્રવ્ય-પર્યાને ત્રિકાલાબાધિત યુગપત હસ્તામલકત જાણનાર જ્ઞાન કેવલજ્ઞાન છે.