________________ “હે ભગવંત! આપના જેવું જ નિગોદનું સ્વરૂપ અત્યારે ભરતક્ષેત્રમાં કઈ કહી શકે ખરા? કારણ કેઈકેવલજ્ઞાની ભગવંત અત્યારે ભરતખંડમાં નથી.” ભગવંતે કહ્યું - “હે ઈન્દ્ર! ભરતક્ષેત્રમાં અત્યારે આર્ય કાલકસૂરિ આચાર્ય શ્રુતજ્ઞાનના આધારે મેં કહ્યું એવું નિગાનું સ્વરૂપ કહી શકશે. આ સાંભળી ઈન્દ્ર મહાજા ભરતખંડમાં આર્યકાલકસૂરિ પાસે એક વૃદ્ધનું રૂપ લઈને આવ્યા. પરીક્ષા કરવા માટે ઈન્દ્ર વૃદ્ધ રૂપ લઈ લાકડીને ટેકે ચાલતા, લુહારની ધમણની જેમ શ્વાસ લેતા લેતા અકાલકસૂરિ પાસે આવ્યા અને પૂછે છે, “હે કૃપાળુ! હું વૃદ્ધ છું, અને વૃદ્ધાવસ્થાથી પીડાઉં છું. હજ મારું કેટલું આયુષ્ય બાકી છે તે જરા આપ મારી હરતરેખા જોઈને કહે. મારા પર કૃપા કરે, હું એકલે છું. મારા પુત્રોએ ઘરમાંથી કાઢી મૂકે છે એટલે હવે એમ થાય છે કે આયુષ્ય જલ્દી પૂરું થાય તે સારું, તેથી આપ હાથ જોઈને જણ... કેટલું આયુષ્ય બાકી છે... કહે, પ્રભુ કહે.. શું પાંચ વરસ બાકી છે કે દશ વરસ?' ગુરુ મહારાજે કહ્યું, “તેથી પણ ઘણું વધારે છે.” ઈન્દ્ર કહ્યું, “શું. ત્યારે વીસ કે પચીસ વર્ષમાં કેટલું છે? હે ભગવન્! હવે આટલે તે વૃદ્ધ થઈ ગયે છું.. હજી કેટલું જીવવાનું બાકી છે?' સુરમહારાજ આર્યકાલકસૂરિએ કહ્યું, હે ઈન્દ્ર તમે વારંવાર શું પૂછે છે તમે તે ઇન્દ્ર છે અને બે સાગરેપમમાં થોડું એછું એટલું તમારું આધૃષ્ય હજી બાકી છે. તે