________________ 89 બડીજેવું | આયુષ્યકર્મ (5) આયુષ્યકમ સાંકળ (બેડી) જે આ કર્મને બેડીની ઉપમા આપી છે. જેમ બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. એક શરીરમાં નિશ્ચિત સમય સુધી રાખનાર આયુષ્યકર્મ છે. આ કમથી જીવને અક્ષયસ્થિતિગુણ રોધાય છે. આ 4 પ્રકારનું છે. (6) નામકર્મ ચિત્રકાર જે ચિત્રકારની ઉપમા આ કર્મને અપાય છે. એક ચિત્રકાર જેમ વિવિધ રંગોથી અંગ-ઉપાંગ યુક્ત દેવ-મનુષ્ય-પશુ આદિના વિવિધ રૂપિ ચીતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપરંગવાળાં શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. આ કર્મથી શરીર-રચના આદિ કાર્યો થાય છે. આત્માને અરૂપીગુણ આ કર્મથી રેલાય છે. આ કર્મની 103 ઉત્તરપ્રકૃતિ છે. ચિત્રકાર જવું . | નામ કમ