________________
પરમ વ્યાખ્યાન,
. ૨૭
આટલે વખત મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો? | હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રો છે, કુતીથી રૂપી ઘુવડે ગરવ કરી રહ્યા છે, અને દુકાળ, ચુદ્ધ, વૈર વિગેરે રાક્ષસ રાહ જોતાં બેઠાં છે ! હે પ્રભુ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચન્દ્રને રાહએ ગળે હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ લાગે છે. તમારા વિના સુનું લાગતું ભરતક્ષેત્ર, દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતું હોય તેવું લાગે છે!
હે નાથ ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવી ને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન!” કહી કેને સંબોધીશ? મને પણ હવે બીજે કેણ આપ્તવાણીથી મૈતમ કહીને બોલાવશે?
અરેરે ! વીર ! હે વીર ! આપે આ શું કર્યું ? આવે ખરે અવસરે જ મને કાં દૂર કર્યો? હે ભગવન ! તમને શું એમ લાગ્યું કે એક બાળકની પેઠે આડે પડીને આપને છેડે ન છેડત ? હું પાસે હોત તે તમારા કેવળજ્ઞાનમાં ભાગ પડાવત? અને મને કદાચ તમારી સાથે મોક્ષ પર્યત રાખે છે તે શું મોક્ષમાં સંકડાશ પડત? તમને હું શું ભારે પડતો હતો કે મને મૂકીને ચાલ્યા ગયા ?” આ પ્રમાણે થોડા વખત સુધી તે તેમના મુખમાંથી “વીર! વીર!” નામને જાપ અખલિતપણે વહેવા લાગ્યા.
ડી વારે તેમની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ. શેકને આવેગ શમી ગયે. તેઓ જ્ઞાનદષ્ટિએ વિચારવા લાગ્યા કે “અરેરે ! હું કેવી મિથ્યા ભ્રમણામાં પડી ગયો? વીતરાગ તે નેહ વિના