________________
શ્રી કલ્પસૂત્ર
નિવણવાળી રાત્રીએ શું થયું? જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પાચાચાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિએ ઘણું દેવ-દેવીઓ સ્વર્ગમાંથી આવવાં અને પાછાં જવા લાગ્યાં, તેથી આકાશમાં સર્વત્ર ઉદ્યત ફેલાયે–રાત્રિ પ્રકાશમયી બની ગઈ, વર્ગથી નીચે ઉતરતાં અને ઉંચે ચડતાં દેવ-દેવીઓને લીધે રાત્રિ જાણે અતિશય આકુળ થઈ હોયની એ ભાસ થયે!
તેજ રાત્રિએ ભગવાનના શ્રેષ્ઠ અંતેવાસી–મોટા-પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઈન્દ્રભૂતિ અણગારને, જ્ઞાતકુલમાં જન્મેલા શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું અને અનંત વસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ, યાવત કઈ પણ વસ્તુવડે સ્કૂલના ન પામે એવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાયે યુક્ત, સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયવોથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
શ્રી ગૌતમસ્વામીને કેવી રીતે કેવલજ્ઞાન થયું ?
શ્રી મહાવીર પ્રભુએ શૈતમને પિતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ છે એમ જાણી, તે નેહરાગ નિવર્તન કરવા માટે, પિતાના અંત વખતે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં, શ્રી ૌતમસ્વામીને નજીકના કે ગામમાં, દેવશર્મા નામના બ્રાહાણને પ્રતિબોધવા મેકલ્યા. ગતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પ્રભાતે પાછા આવતાં રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. સાંભળતાં જ ક્ષણવાર વાહત જેવા શૂન્ય થઈ ગયા! ડીવાર સ્તબ્ધપણે ઉભા રહી, તેઓ બોલવા લાગ્યા કે-“હે સ્વામી !