________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૩ ગ્રહણ કરો, અર્થાત્ કર્મરૂપી શત્રુઓને જીતી વિજય પ્રાપ્ત કરે. આવરણ રહિત અને અનુપમ પ્રધાન કેવળજ્ઞાન મેળ, રૂષભ દેવાદિ જીનેશ્વરેએ પ્રરૂપેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સરળ માર્ગ વડે પરીષહાની સેનાને હણે પરમપદરૂપી મોક્ષસ્થાન પ્રાપ્ત કરે, હે ક્ષત્રિયને વિષે ઉતમ વૃષભ સમાન ! તમે જય પામે! ઘણા દિવસ સુધી, ઘણું પખવાડીયાં સુધી, ઘણું. મહિના સુધી, બબ્બે માસ પ્રમાણ હેમંતાદિ ઘણું રૂતુઓ સુધી છ છ માસ પ્રમાણુ દક્ષિણાયન અને ઉત્તરાયણ લક્ષણવાળાં ઘણું અયને સુધી તથા ઘણાં વરસ સુધી પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય રહીને, વિજળી, સિંહ વિગેરેના ભય અને ભૈરને ક્ષમા પૂર્વક સહન કરીને તમે વિજય પ્રવર્તાવે! સંયમરૂપ ધર્મમાં તમને નિવિનતા પ્રાપ્ત થાઓ !” એ પ્રમાણે કહીને કુલના વડિલ વિગેરે સ્વજને જય જય શબ્દ બોલવા લાગ્યા ! ત્યારપછી શ્રમણ ભગ વાન મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં, અશોકવૃક્ષ તળે આવ્યા.
લેકોના ભકિત-શ્રદ્ધાભર્યા મનભાવ માર્ગમાં, મહોત્સવ જેવા માટે હારબંધ ગોઠવાએલા માણ સોએ હજારો નેત્રપંકિતથી વારંવાર પ્રભુને નીરખ્યા, હજારે વચનની પંકિતઓથી તેમની વારંવાર સ્તુતિ કરી, હજારે હૃદયપંકિતઓએ “તમે જય પામે! તમે દીર્ધાયુષી થાઓ અને તમે આનંદ પામે !” ઈત્યાદિ શુભ ભાવનાઓ પ્રેરી “અમે આ પ્રભુના આજ્ઞાકારી સેવક થઈએ તે કેવું સારું?” એવા હજારેએ મને રથ કર્યા. તેમની કાંતિ, રૂપ અને ગુણે જોઈ અનેકેએ તેમનું સ્વામિત્વ ઈછયું. હજારો આંગળીઓની પંકિત પ્રભુ તરફ વારંવાર વળવા લાગી. હજારે સ્ત્રી-પુરૂષના હજારો નમસ્કારે પ્રભુએ પોતાના જમણા હાથથી ગ્રહણું કર્યા. એ રીતે એક