________________
૧૨૬
શ્રી કલ્પસત્રચાદ મહાસ્વન પૈકીનાં કોઈ પણું સાત મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે. બળદેવની માતા ઉક્ત મહાસ્વપ્ન પૈકીનાં કોઈપણ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે. અને માંડલિકની માતા ઉકત મહા વનમાંનું કોઈ એક મહાસ્વપ્ન જોઇને જાગે છે.
હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તે અતિપ્રશસ્ત છે અને તેના પ્રતાપે તમને રત્ન, સુવર્ણાદિ અર્થને લાભ થવાને, ગોપભેગની સામગ્રી આવી મળવાની, તે ઉપરાં ત તમને પુત્રને, સુખને અને રાજ્યને પણ જરૂર લાભ થવાને. - સ્વપ્ન પાઠકેએ એ રીતે સ્વપ્નનું સામાન્ય ફળ કહ્યા પછી વિશેષ પ્રકારે મુખ્ય ફળનું વર્ણન કરતાં કહ્યું કે –
હે દેવાનુપ્રિય ! નવ મહિના બરાબર સંપૂર્ણ થયા પછી, સાડા સાત દિવસના અંતે ત્રિશલા ક્ષત્રિયાણી, તમારા કુળને વિષે ધ્વજ સમાન, કૃળને વિષે દીપક સમાન, કૂળને વિષે પર્વત સમાન-એટલે કે જેને કેઈપણ પરાભવ ન કરી શકે એવી સ્થિરતાવાળો, કૂળને વિષે મુકુટ સમાન, કૂળને વિષેતિલક સમાન, કુળની કીર્તિને વધારનાર, કૂળનો નિર્વાહ કરનારો, કૂળને વિષે સૂર્યની જેમ પ્રકાશ કરનારે, સર્વ દિશાઓમાં કૂળની ખ્યાતિ પ્રસરાવનારે, પૃથ્વીની પેઠે કૂળના આધારરૂપ, કૂળને વિષે વૃક્ષની જેમ સાને પોતાની છત્રછાયામાં આશ્રય આપનારે, કૂળના આધારરૂપ જે પુત્ર પિત્ર પ્રપત્રાદિની સંતતિ તેની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારે અને સુકોમળ હાથ–પગવાળો, શરીરની પાંચ ઇન્દ્રિચેથી પરિપૂર્ણ, સુલક્ષણયુક્ત અંગવાળે તેમજે છત્ર ચામર વિગેરે લક્ષણેના ગુણ સહિત, મસ તલ વિગેરે વ્યંજનના ગુણવડે સહિત, માન, ઉન્માન અને પ્રમાણ વડે સુંદર સર્વ અંગવાળ, ચંદ્રમાની પેઠે સામ્ય આકૃતિવાળે, મનેહર, પ્રિયદર્શન અને સુરૂપ પુત્રને જન્મ આપશે.