SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ વ્યાખ્યાન. ૧૨૫ ફળ, કન્યા, કમળ, છત્ર અથવા ધજા દેખે તે જય પામે. પોતાના ઈષ્ટદેવની પ્રતિમા ભાળે તે આયુષ્ય વધે, તેમજ કીર્તિ, યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જે સ્વપનમાં કે ફળ-ફુલવાળા પ્રફલિત વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પોતાને ચડેલો દેખે. તે ઘણું ધન મેળવે. જે ગધેડી, ઉંટ,ભેંસ, કે પાડા ઉપર પોતાને ચડેલો દેખે તે તે તત્કાળ મૃત્યુ પામે. જે પુરૂષ સ્વપ્નમાં સફેદ કપડાવાળી અને સફેદ ચંદનનું વિલેપન કરેલી સ્ત્રીને ભેગવે તેને સર્વપ્રકારની લક્ષ્મી મળે. રાતાં વસ્ત્રવાળી અને રાતું ચંદન, કૃષ્ણગંધવિલેપન કરેલી સ્ત્રીને ભગવે તોતે પુરૂષનું રૂધિર સૂકાઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના, સેનાના અને સીસાના ઢગલા ઉપર પિતાને ચડેલ દેખે તે અવશ્ય સમકિત પામીને મેક્ષે જાય. મનુષ્ય જે શુભ અથવા અશુભ સ્વપ્ન પિતાના સંબંધી જુએ છે, તેનું શુભ અથવા અશુભ ફળ પોતાને જ ભેગવવાનું હોય છે. પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે જેમાં હેય તેનાં ફલ ઉપર પોતાને નહિં પણ પારકાનેજ અધિકાર હોય છે. દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ-ગુરૂની પૂજા કરવી, શક્તિ પ્રમાણે તપસ્યા કરવી. કારણ કે નિરંતર ધર્મકાર્યમાં આસક્ત, રહેનાર સ્ત્રી-પુરૂષને દુષ્ટ સ્વપ્ન પણ સુખકારક જ નીવડે છે. તીર્થંકર-ચક્રવર્તી-વાસુદેવ બળદેવની માતાનાં સ્વમ - હે દેવાનુપ્રિય ! એ રીતે અમારા સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફલ આપનારાં બેંતાલીસ સામાન્ય સ્વપ્ન અને મહાફલ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન એમ બધાં મળી તેર રવજ્ઞ કહ્યાં છે. તેમાંય તીર્થકરની માતા અથવા ચક્રવત્તીની માતા જયારે તી. કર અથવા ચકવસ્તી ગર્ભમાં આવે છે, ત્યારે ઉકત ત્રીસ મ. હાસ્વપ્નમાં હાથી-વૃષભ વિગેરે ચેર મહાન દેખીને જાગી. ઉઠે છે. વાસુદેવની માતા, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે ઉતર
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy