________________
ચતુર્થ વ્યાખ્યાન
૧૨૭ - તે પુત્ર જ્યારે બાળપણું છોડીને આઠ વર્ષને થશે, ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે વન અવસ્થાને પામશે, ત્યારે દાન દેવામાં અને અંગીકાર કરેલું કાર્ય પાર પાડવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે અને પર રાજ્યને આક્રમણ કરવામાં પણ પરાક્રમ દાખવશે. તે અનેક વાહન અને પુષ્કળ સેનાને અધિપતિ થશે, ત્રણ સમુદ્ર અને ચેાથે હિમવંત એ ચારે પૃથ્વીના અંતને સાધનારો ચકવતી રાજ થશે, અથવા ત્રણે લોકને નાયક-ધર્મોને વિષે શ્રેષ્ઠ એવે ચાતુરંત ચકવર્તી સમાન થશે. ચક્રવર્તી જેવી રીતે પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેવી રીતે તે પણું ધર્મપ્રવર્તકેને વિષે અતિશયવાળે જિન થશે એટલું જ નહીં પણ ધર્મરૂપી ચકવડે નકાદિ ચારે ગતિને અંત કરનાર થશે.
ચાદ મહાસ્વપ્નનાં પૃથક્ પૃથફ ફળ (૧) ચાર દંતશૂળવાળે હાથી સ્વપ્નમાં જે તેને અર્થ એ નીકળે છે કે તે પુત્ર ચાર પ્રકારને ધર્મ પ્રબોધશે (૨) વૃષભ દેખવાથી તે ભરતક્ષેત્રમાં બધિબીજ વાવશે (૩) સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથી એવડે ત્રાસ પામતા ભવ્યપ્રાણી
રૂપી વનનું રક્ષણ કરનારે થશે (૪) લક્ષ્મી જેવાથી વાર્ષિક દાન આપી તીર્થકરની લક્ષમી ભેગવશે (૫) માળા દેખવાથી ત્રણ ભુવનને મસ્તકમાં ધારવાને ગ્ય થશે (૬) ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડળને આનંદ આપનારો થશે (૭) સૂર્ય દેખવાથી ભામંડળ વડે વિભૂષિત થશે (૮) ધ્વજ દેખવાથી ધર્મરૂપી. વિજથી વિભૂષિત થશે (૯) કળશ દેખવાથી ધર્મરૂપી મહેલનાં શિખર પર રહેશે (૧૦) પદ્મ સરોવર દેખવાથી દેવોએ સંચારેલા કમળ ઉપર ચરણ સ્થાપન કરનાર થશે (૧૧) સમુદ્ધ દેખવાથી કેવળજ્ઞાન રૂપી રત્નના સ્થાનકરૂપ થશે (૧૨) વિમાન દેખવાથી