________________
શ્રી ક૯પ સત્ર
સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી તથા મિત્રનું મરણ દેખે તે નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે. જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું, છાણવાળું, ડોળાઈ ગયેલું અને એસડવાળું પાણી પીવે તે ખરેખર ઝાડાના રેગથી મૃત્યુ પામે.
જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા કિંવા દર્શન કરે, પખાળ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફુલાદિ મૂકે અને પૂજા કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. જે મનુષ્યને સ્વનની અંદર પોતાના હૃદયરૂપી સરોવરની અંદર કમળ ઉગેલાં દેખાય તે કેઢ રેગથી મૃત્યુ પામી જલદી યમને ઘેર પહોંચે. જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેને યશ વૃદ્ધિ પામે છે. વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ સારું ગણાય છે. જેઓ સ્વપ્નમાં હસે છે તેઓ થોડા વખતમાં શેકથી રડવાના એમ સમજવું અને જેઓ સ્વપ્નમાં નાચે છે તેઓ વધ અથવા બંધનને પ્રાપ્ત થવાના. જેઓ સ્વપ્નમાં ભણે છે તેઓ કલેશ પામવાના, એમ ડાહ્યા માણસોએ સમજી રાખવું. ગાય, બળદ, ઘોડે, રાજા, હાથી અને દેવ એ સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુએ જે સ્વપ્નમાં દેખાય છે તે સ્વપ્ન અશુભ સમજવું. તેમજ કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સફેદ વસ્તુઓ દેખાય તે તે સ્વપ્ન શુભ ફળ આપનારૂં જાણવું.
જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર પિતાને ચડેલો દેખે તે મેટાઈ પામે શરીરે વિષ્ટાનું વિ. લેપન દેખે તે નીરોગી થાય, સ્વપ્નમાં રૂદન કરે તે હર્ષની પ્રાપ્તિ થાય. રાજા, હાથી, ઘોડો, સુવર્ણ, બળદ, ગાય કે કુટુંબ દેખે તે કુળની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને જોજન કરતા દેખે અથવા સમુદ્ર તરતે દેખે તે તે નીચ કુળમાં
ભ્યો હોય તે પણ રાજા થાય. સ્વપ્નમાં જે કઈ માંસ, દીવે,